@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ
અમદાવાદ ના અમરાઈવાડી મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ ઢળતી સાંજે શ્રીનાથ પાકઁ મા વિચિત્ર ઘટના એ આકાર લીધો હતો.. શ્રીનાથ પાકઁ ની પરણિતા એ પોતાની સાસુ માને ઢોરમાર મારતા ઘાયલ સીનીયર સીટીઝન વૃદ્ધાને ગંભીર હાલત મા પાડોશી ઓએ ૧૦૮ થી એલ જી હોસ્પિટલ મા સારવાર માટે ખસેડાયા… જયા તેમને સારવાર દરમિયાન આવ્યો હ્દયરોગ નો હુમલો…
ઉલ્લેખનીય છે કે , ત્રણ બાળકો ની પરણિતા એ પતિ ની ગેરહાજરી મા સાસુ માને પુછયા વિના મકાન નો ભાડાકરાર કરી દેતા સાસુ મા એ વિરોધ કરી ને ભાડવાત ને ખાલી કરાવવા જતા મામલો બીચકયો અને પુત્રવધૂ એ ઢોરમાર સાસુ મા ને માયોઁ…
અમરાઈવાડી પોલિસ ને જાણ કરવામાં આવતા પારિવારિક કંકાસ કેટલા દિવસ થી ચાલી રહ્યો હોવા નું બહાર આવ્યુ જ્યારે પુત્રવધૂ ફરાર થઈ ગઈ છે….