Not Set/ સૌરાષ્ટ્ર યુનિ.માં ઇડીસીની ચાલુ બેઠકમાં બેફામ ફી મુદ્દે કરાયો હોબાળો

સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે NSUI દ્વારા હોબાળો કરાયો હતો. ઈડીસીની ચાલુ બેઠકમાં NSUI દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ઉપકુલપતિનો ઘેરાવ કરી આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આગામી મળનાર સિન્ડીકેટની બેઠકમાં આ અંગે ઠરાવ કરવામાં આવશે તેવી યુનિ. દ્વારા લેખીત ખાતરી આપવામાં આવી હતી. સેલ્ફ ફાયનાન્સ કોલેજો દ્વારા ફી વસુલવામાં આવે છે. જેથી […]

Top Stories Rajkot Gujarat
mantavya 135 સૌરાષ્ટ્ર યુનિ.માં ઇડીસીની ચાલુ બેઠકમાં બેફામ ફી મુદ્દે કરાયો હોબાળો

સૌરાષ્ટ્ર,

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે NSUI દ્વારા હોબાળો કરાયો હતો. ઈડીસીની ચાલુ બેઠકમાં NSUI દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.

ઉપકુલપતિનો ઘેરાવ કરી આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આગામી મળનાર સિન્ડીકેટની બેઠકમાં આ અંગે ઠરાવ કરવામાં આવશે તેવી યુનિ. દ્વારા લેખીત ખાતરી આપવામાં આવી હતી.

સેલ્ફ ફાયનાન્સ કોલેજો દ્વારા ફી વસુલવામાં આવે છે. જેથી SCSTના વિદ્યાર્થીઓ જે સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં સ્કોલરશીપ પર ભણતર કરે છે તેની સ્કોલરશીપ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા નક્કી કરેલી ફીના આધાર ઉપર ચુકવવામાં આવે છે પણ સેલ્ફ ફાયનાન્સ કોલેજો ઉપર દર્શાવ્યા પ્રમાણે ફી વસુલ છે એટલા માટે સ્કોલરશીપ અડધીથી પણ ઓછી આવે છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિ.માં ચાલતા તમામ ફેકલ્ટીમાં ફીનું માળખુ 2003 માં યુનિ. દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. તેમાં બીએસસી 15000, બીકોમ 2500/- અને બીબીએ 15000/- રૂપિયા ફી નક્કી કરવામાં આવેલ હતી.

પરંતુ અત્યારના સમયે સેલ્ફ ફાયનાન્સ કોલેજો બીએસસી 30000/- ઉપર બીકોમ 15000/- ઉપર અને બીબીએ 20000/- ઉપર સેલ્ફ ફાયનાન્સ કોલેજો દ્વારા ફી વસુલવામાં આવે છે.

જેથી એસસીએસટીના વિદ્યાર્થીઓ જે સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં સ્કોલરશીપ પર ભણતર કરે છે તેની સ્કોલરશીપ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા નક્કી કરેલી ફીના આધાર ઉપર ચુકવવામાં આવે છે પણ સેલ્ફ ફાયનાન્સ કોલેજો ઉપર દર્શાવ્યા પ્રમાણે ફી વસુલ છે એટલા માટે સ્કોલરશીપ અડધીથી પણ ઓછી આવે છે.