સુરત/ સુખદેવસિંહ પર ગોળીબારને લઈને કરણી સેનાના કાર્યકરોએ આરોપીને ફાંસીની સજાની માંગ કરી

સુરતમાં કરણી સેનાના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુરત કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી છે.

Top Stories Gujarat Surat
કરણી સેના

રાજસ્થાનના જયપુરમાં કરણી સેના ના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે સુરતમાં કરણી સેનાના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુરત કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી છે.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાજસ્થાન જયપુરના પ્રદેશ અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ધોળા દિવસે ઘરમાં ઘૂસી ગોળી મારી હત્યા કરવાના ઘેરા પ્રત્યાઘાત ઠેર ઠેર પડી રહ્યા છે. મંગળવારે એટલે કે પાંચ ડિસેમ્બરે ત્રણ હત્યારાઓએ સુખદેવસિંહ પર ગોળીબાર કર્યો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા

ગોળીબારની ઘટના બાદ સુખદેવ સિંહને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ કરણી સેનાના કાર્યકરોમાં ખૂબ જ આક્રોશ દેખાઈ રહ્યો છે અને આરોપીઓને પકડી પાડવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ઘટનાને લઇ રાજસ્થાન પોલીસે નાકાબંધી કરી તપાસ પણ શરૂ કરી છે. સુખદેવસિંહના ઘરે જે યુવક તેને લઈ ગયો હતો તે નવીન શેખાવતનું પણ ગોળીબારની ઘટનામાં મોત થયું હતું.

ઘટનાની થોડીક જ મિનિટોમાં ગેંગસ્ટર રોહિત ગોદારાએ હત્યાની જવાબદારી લઈ લીધી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. આ ઘટના બાદ રાજસ્થાન પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યા છે અને આક્રોશ પણ વ્યક્ત થઇ રહ્યો છે. આજે રાજસ્થાનમાં અમુક જિલ્લાઓમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું, તેના પ્રત્યાઘાત સુરતમાં પણ પડ્યા છે. સુરતમાં કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હત્યારા આરોપીઓને પકડવા ઉપરાંત ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરો અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ન્યાય આપોના સૂત્રોચાર કર્યા હતા. આરોપીઓની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો કરણી સેનાના કાર્યકરોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.



આ પણ વાંચો:wire fencing scheme/રાજ્ય સરકારના નિર્ણયથી ખેડૂતો થયા ખુશ, ઉભા પાકને જાનવરોથી બચાવવા તાર ફેન્સીંગ યોજનાને આપી મંજૂરી

આ પણ વાંચો:Kadi-APMC-Election/કડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઃ ભાજપનો ભગવો લહેરાયો

આ પણ વાંચો:New beginning/સાણંદમાં સેમીકંડક્ટર પ્લાન્ટ નાખનારી માઇક્રોનના સીએમની હાજરીમાં કરાર