Not Set/ સુરત: અંધશ્રદ્ધાએ લીધો પરીણિતાનો ભોગ, પતિએ અપાવ્યા ભુવા પાસે ડામ

સુરત, સુરતમાં અંધશ્રદ્ધાએ એક પરિણિતાને આપઘાત કરવા મજબૂર બનાવી છે. જહાંગીરપુરા વિસ્તારમાં પતિએ પોતાની પત્નીને સંતાન ન થતા ભુવા પાસે લઈ જઈને ડામ અપાવ્યા હતા. એટલું જ નહીં નરાધમ પતિ તેની પત્નીને અવાર-નવાર માનસિક ત્રાસ આપતો હોવાના આક્ષેપ પણ મૃતકના પરિવારજનોએ કર્યા છે. આ ઘટનામાં યુવીતીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી […]

Top Stories Gujarat Surat
gjd 10 સુરત: અંધશ્રદ્ધાએ લીધો પરીણિતાનો ભોગ, પતિએ અપાવ્યા ભુવા પાસે ડામ

સુરત,

સુરતમાં અંધશ્રદ્ધાએ એક પરિણિતાને આપઘાત કરવા મજબૂર બનાવી છે. જહાંગીરપુરા વિસ્તારમાં પતિએ પોતાની પત્નીને સંતાન ન થતા ભુવા પાસે લઈ જઈને ડામ અપાવ્યા હતા. એટલું જ નહીં નરાધમ પતિ તેની પત્નીને અવાર-નવાર માનસિક ત્રાસ આપતો હોવાના આક્ષેપ પણ મૃતકના પરિવારજનોએ કર્યા છે.

આ ઘટનામાં યુવીતીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.મળતી માહિતી પ્રમાણે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કોમલ નામની પરીણિતા પોતાના પરિવાર સાથે રહેતી હતી.

જહાંગીરપુરા વિસ્તારમાં કોમલે દોઢ વર્ષ પહેલાં દિપક રાઠોડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પરિવાર સાથે રહેતી હતી. લગ્ન જીવન દરમિયાન સંતાન ન થતા ડામ આપવામાં આવ્યા હતા. જેથી કોમલ આઘાતમાં સરી પડી હતી. અને ગત પાંચ જુલાઈના રોજ આપઘાત કરી લીધો હોવાના મૃતકની માતાએ આક્ષેપ કર્યો હતો. અને દીકરીના પતિ ગત રોજ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી પતિની ધરકપડ કરી છે. અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

પરિવારે જણાવ્યું હતું કે, કોમલ પર પતિ દિપક આડાસંબંધનો વહેમ હતો . જેથી તે માનસિક ત્રાસ પણ ગુજારતો હતો. કોમલને સાપરીયાની બીમારી હતા જેને લીધે તેને પ્રેગ્નન્સી રહેતી ન હતી. જેથી ગણદેવી નજીક ભુવા પાસે ડામ અપાવા લઈ ગયા હતા. અને ચાર ડામ આપ્યા હતા. જેથી કોમલ આઘાતમાં સરી પડી હતી અને આકરું પગલું ભરી લીધુ હતુ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.