Madhyapradesh News : મધ્યપ્રદેશના રીવામાં અજીબ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે.. જેમાં ચોરીના કેસમાં કાર્યવાહી ન થતા નારાજ પતિ પત્નીએ સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. પતિ પત્ની આરતીની થાળી અને ફૂલમાળા લઈને ટીઆની ચેમ્બરમાં પહોંચી ગયા હતા અને અલગ રીતે જ વિરોધ દર્શાવ્યો હતો. દંપતીની હરકત જોઈ પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. તેનો વિડીયો પણ સામે આવ્યો છે.
આ ઘટના 6 એપ્રિલની છે. જેમાં રીવાની રહેવાસી જ્વેલર અનુરાધા સોની પોતાના પતિ અને બાળકો સાથે કોતવાલી પહોંચી હતી. તેના હાથમાં પીજાની થાલી, નાળિયેર અને ફૂલોની માળા હતા. પોલીસના ગુણગાન ગાતા દંપતી આગળ વધ્યું અને ટીઆની ચેમ્બરમાં પહોંચી ગયા હતા. પ્રભારી જેપી પટેલ કંઈ સમઝે તે પહેલા દંપતીએ નાટક શરૂ કરી દીધું.
બાદમાં પોલીસે પતિ પત્નીને પોલીસ સ્ટેશનની બહાર કાઢી મુક્યા. આ દંપતીએ 28 જાન્યુઆરીના રોજ સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંદાવી હતી. એક કારીગર અનુરાધા સોનીનું સોનું અને ચાંદી લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની ઓળખ કરી પણ તેને પકડી શકી ન હતી અને તેને ફરાર જાહેર કર્યો હતો.
પોલીસ સ્ટેશનના પ્રભારી જેપી પટેલે કહ્યું કે તપાસ ચાલુ છે. આરોપી કર્મચારી ફરાર હતો. દરમિયાન હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી દેવાઈ અને તેને જામીન પણ મળી ગયા. બાદમાં પોલીસને જાણ થતા તેમણે આરોપીની શોધ હાથ ધરી હતી. જોકે હાઈકોર્ટે ફરિયાદી દ્વારા કરાયેલા વ્યવહારને ખોટો ગણાવ્યો હતો.
બાદમાં પોલીસનું અપમાન કરવા બદલ તથા પોલીસની કામગીરીમાં અડચણ બદલ અનુરાધા સોની અને તેના પતિ કુલદીપ સોની, અજય પ્રમોદ અને રાજ સોની વિરૂધ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠલ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:કાર ટ્રકની ટક્કર બાદ બ્લાસ્ટ, છ જીવતાં ભૂંજાયા
આ પણ વાંચો:બાડમેરમાં મહિલાએ અર્ધનગ્ન કરાવી પરેડ, પરિણીત પુરુષ સાથે અફેર હોવાના આરોપ