કોલકતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આકસ્મિક દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.કોલકતાના એરપોર્ટ પર ફ્લાઇટ મેનટેનેન્સ સ્ટાફના મોતની ઘટના સામે આવી છે.
એરપોર્ટ પર ગત મોડી રાતે સ્પાઇસ જેટની એટીઆર ફ્લાઇટના કર્મચારી રોહિત પાંડેએ મેન્ટેનેન્સ દરમિયાન ફ્લાઇટના હાઇડ્રોલિક પ્રેશરે એટલું ઝડપીથી ખેચ્યું કે તેનું શરીર વિમાનના નીચેના ભાગમાં ફસાઇ ગયું અને તેનું મોત થઈ ગયું.
આ ઘટના ગત રાત્રીના લગભગ દોઢ વાગ્યાની આસપાસ બની જ્યારે સ્પાઇસ જેટના એટીઆર વિમાનનું મેન્ટેનેન્સ કામ ચાલી રહ્યું હતું.
26 વર્ષના ટેક્નિશિયન રોહિત વીરેન્દ્ર પાંડે એરક્રાફ્ટની નીચે હાઇડ્રોલિક ફ્લેપમાં કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેનો ફ્લેપ અચાનક બંધ થઇ ગયો અને રોહિતનું ગળું અંદર ફસાઇ ગયું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રોહિતનું મોત ગૂંગળામણ થવાના કારણે થયું છે. રોહિતના શરીરને એરક્રાફ્ટથી કાપીને અલગ કરવામાં આવ્યું. એરપોર્ટ પોલિસ આ મામલે તપાસમાં લાગી છે. જેથી રોહિતની મોતનું વાસ્તવિક કારણ બહાર આવી શકે છે. રોહિતનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.