Pakistan/ ‘ભિખારીઓ અને ખિસ્સા કાતરૂઓને મોકલશો નહીં’, સાઉદી અરબે પાકિસ્તાનને ચેતવણી આપી

પાકિસ્તાનના નાગરિકો હવે અન્ય દેશોમાં જઈને ભીખ માંગવા ખિસ્સા કાપવા અને ચોરી જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

Top Stories World
Mantavyanews 2023 09 28T160000.872 'ભિખારીઓ અને ખિસ્સા કાતરૂઓને મોકલશો નહીં', સાઉદી અરબે પાકિસ્તાનને ચેતવણી આપી

પાકિસ્તાનના નાગરિકો હવે અન્ય દેશોમાં જઈને ભીખ માંગવા ખિસ્સા કાપવા અને ચોરી જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એટલું જ નહીં પાકિસ્તાનથી વિદેશ જનારાઓમાં સૌથી વધુ સંખ્યા આવા ભિખારીઓની છે. કહેવાય છે કે ધાર્મિક યાત્રાની આડમાં ભિખારીઓ વિદેશમાં જઈને ઘટનાઓને અંજામ આપે છે.

પાકિસ્તાની સાંસદ જીશાન ખાનઝાદાએ સંસદમાં આ મામલો ઉઠાવ્યો અને કહ્યું કે સાઉદી અરબ સહિત અન્ય દેશોએ નારાજગી વ્યક્ત કરી છે, ત્યાંની જેલોમાં 90 ટકા ગુનેગારો પાકિસ્તાની નાગરિકો છે. તેમણે કહ્યું કે અમારા મોટાભાગના ભિખારીઓ અન્ય દેશોમાં જઈ રહ્યા છે, જે હવે અમારા માટે સમસ્યા બની ગઈ છે.

મક્કામાં પાકિસ્તાની ખિસ્સા કાતરૂની ધરપકડ

એક મીડિયા અનુસાર, સાંસદ ઝીશાન ખાનઝાદાએ પાકિસ્તાન સરકારની સેનેટની સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યું કે પાકિસ્તાની ભિખારીઓ ઝિયારતની (હજયાત્રા) આડમાં ઈરાક અને સાઉદી અરેબિયા જાય છે. મોટાભાગના લોકો ઉમરાહ વિઝા પર સાઉદી અરેબિયા જાય છે અને પછી ભીખ માંગવા સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ થઈ જાય છે. એક અધિકારીએ જણાવ્યું કે, મક્કાની ગ્રાન્ડ મસ્જિદની અંદરથી પકડાયેલા મોટા ભાગના ખિસ્સા કાતરૂ પાકિસ્તાની નાગરિકો છે.

એવું જાણવા મળ્યું હતું કે ઈરાક અને સાઉદી અરબના રાજદૂતોએ પાકિસ્તાનને ફરિયાદ કરી છે કે તેમની જેલની સુવિધાઓ ખતમ થઈ ગઈ છે. કારણ કે તેમની જેલો પાકિસ્તાની ભિખારીઓથી ભરેલી છે. પાકિસ્તાની લોકોએ તેમનો વિશ્વાસ ગુમાવ્યો છે. આ લોકો વિદેશમાં જઈને મસ્જિદ અને ધાર્મિક કાર્યોના નામે પૈસા માગે છે. લોકોની નજરમાં પાકિસ્તાનીઓ કુશળ નથી, તેથી તેમનું સન્માન નથી.

લોકો શું કહી રહ્યાં છે?

હવે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના આ સમાચારથી લોકો ખૂબ જ મજા લઈ રહ્યા છે. કેટલાક કહે છે કે પાકિસ્તાનની આ છબી પાકિસ્તાન સરકારના કારણે બની છે. એકે લખ્યું કે પાકિસ્તાનીઓને લાંબા સમયથી ભિખારી કહેવામાં આવે છે, હવે આ વાત પણ સાબિત થઈ ગઈ છે. એકે લખ્યું કે સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ લોકો ધર્મના નામે વિદેશમાં જઈને ખોટા કામો કેમ કરી રહ્યા છે?


આ પણ વાંચો: MP-Rape/ મધ્યપ્રદેશમાં સગીરા પર બળાત્કારના કિસ્સામાં ઓટો ડ્રાઇવરની ધરપકડ

આ પણ વાંચો: દુ:ખદ/ દેશના હરિયાળી ક્રાંતિના જનક એમ.એસ સ્વામીનાથનનું નિધન

આ પણ વાંચો: Venus/ ISRO હવે શુક્રના રહસ્યો ખોલશે,ભયાનક ગરમી અને એસિડના વરસાદ વચ્ચે શુક્રયાન આ રીતે કામ કરશે