Not Set/ સ્કોર્પીન ક્લાસની ત્રીજી સબમરીન “કરંજ” લોન્ચ, જાણો શું છે તેની ખાસયિત

સ્કોર્પીન ક્લાસની ત્રીજી સબમરીન કરંજને બુધવારે મંડગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (એમડીએલ) દ્વારા લોન્ચ કરવામાં આવી છે. પ્રોજેક્ટ ૭૫ના પ્રોગ્રામ મુજબ એમડીએલ દ્વારા બનાવવામાં આવી રહેલી ૬ સબમરીનમાંથી ત્રીજી છે. આ શ્રેણીની પહેલી સબમરીન આઇએનએસ કલવરી ગત વર્ષે ૧૪ ડિસેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી હતી. જયારે ખાંદેરી સબમરીનને આ પહેલા લોન્ચ કરવામાં આવી હતી જેનું દરિયામાં ટ્રાયલ […]

Top Stories
scorpene karanj સ્કોર્પીન ક્લાસની ત્રીજી સબમરીન "કરંજ" લોન્ચ, જાણો શું છે તેની ખાસયિત

સ્કોર્પીન ક્લાસની ત્રીજી સબમરીન કરંજને બુધવારે મંડગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (એમડીએલ) દ્વારા લોન્ચ કરવામાં આવી છે. પ્રોજેક્ટ ૭૫ના પ્રોગ્રામ મુજબ એમડીએલ દ્વારા બનાવવામાં આવી રહેલી ૬ સબમરીનમાંથી ત્રીજી છે. આ શ્રેણીની પહેલી સબમરીન આઇએનએસ કલવરી ગત વર્ષે ૧૪ ડિસેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી હતી. જયારે ખાંદેરી સબમરીનને આ પહેલા લોન્ચ કરવામાં આવી હતી જેનું દરિયામાં ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.

સ્કોર્પીન ક્લાસની પવનડુબ્બી ભારતીય નેવી માટે પ્રાથમિક જરૂરિયાતો માની એક છે. જયારે ચીનની નેવી હિંદ મહાસાગરમાં પોતાની ગતિવિધિઓ વધારી રહ્યા હોય છે ત્યારે આ સબમરીન ખુબ ઉપયોગી નીવડે છે. “મેક ઇન ઇન્ડિયા” હેઠળ તૈયાર થયેલી આ સબમરીનના લોન્ચિંગ પ્રસંગે નેવી ચીફ સુનીલ લાંબા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

સ્વદેશી તકનીકી હેઠળ તૈયાર થયેલી કરંજની આ છે મુખ્ય વાતો,

  • સ્કોર્પીન ક્લાસની કરંજ સબમરીન એક મેક ઇન ઇન્ડિયાના ભાગરૂપે તૈયાર કરવામાં આવી છે. આ સબમરીનમાં લગાડવામાં આવેલા અત્યાઆધુનિક ફીચર્સના કારણે પોતાના દુશ્મનને શોધીને અચૂક નિશાન શાધી શકે છે. કરંજ સબમરીન ૬૭.૫ મીટર લાંબી,૧૨.૩ મીટર ઉંચી અને ૧૫૬૫ ટન વજનની છે.
  • કરંજ ટોરપીડો અને એનરી શીપ મિસાઈલ દ્વારા પણ હુમલો કરી શકે છે. યુદ્ધ જેવી કપરી સ્તિથિમાં આ સબમરીન તમામ અડચણોથી સુરક્ષિત અને દુશ્મનોને ચકમો આપીને બહાર નીકળી શકે છે.
  • આ સબમરીનનો ઉપયોગ તમામ પ્રકારના વોરફેયર, એન્ટી- સબમરીન વોરફેયર અને ઇન્ટેલિજન્સના કામ માટે પણ તે ઉપયોગી નીવડી શકે છે.
  • કરંજની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ સબમરીન કોઈ પણ રડારમાં આવતી નથી. આ ઉપરાંત તે જમીન પર પણ સહેલાઈથી હુમલો કરી શકે છે.
  • આ સબમરીનમાં ઓક્સિજન પૂરો થઇ જવાની સ્તિથીમાં તે ઓક્સિજન બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ કારણે તે લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે.
  • આ સબમરીનને ફ્રાંસની ટેકનીક પર તૈયાર કરવામાં આવી છે. ફ્રાંસની ડીસીએનએસમાં આ સબમરીન બનવવા માટે સહયોગ કર્યો છે.
  • આ સબમરીનને એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છે કે તે કોઈ પણ જંગની વિપરીત પરીસ્થિતિમાં પણ તે સેના માટે ઉપયોગી બની શકે.
  • કરંજમાં અચૂક હથિયારોનો ઉપયોગ કરતા તે દુશ્મનો પર મોટો હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.