ગુજરાત/ જામનગર હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોના મોત

રાજકોટ જામનગર હાઈવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચાર લોકોના મોત નીપજ્યા છે.

Top Stories Gujarat Others
અકસ્માત

ગુજરાતમાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ જામનગર હાઈવે પર બની છે. રાજકોટ જામનગર હાઈવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચાર લોકોના મોત નીપજ્યા છે. આજે વહેલી સવારે થયેલા આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. હાલ સ્થાનિક પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટના પડધરી પાસે પડધરી તરફ જઈ રહેલી કાર અને સામેથી આવતા ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા અકસ્માત સ્થળે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ પણ દોડી આવી હતી.

જામનગર હાઇવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. અકસ્માતમાં અજય પ્રવીણ જોશી, હિમાંશુ પરમાર, કિરીટ ડોબરીયા અને અજય છગનભાઇનું મૃત્યુ નિપજ્યું છે. આજે વહેલી સવારે થયેલા આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

આપને જણાવી દઈએ કે, મંગવારની મોડી રાતે મહેસાણામાં પણ એક અકસ્માત સર્જાયો હતો. મહેસાણાના નંદાસણ નજીક લક્ઝરી બસ પલટી ખાતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. લક્સરી બસ સુરતથી જોધપુર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક પલટી ખાધી હતી. લક્સરી બસ પલટી ખાતા 5-6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ઈજાગ્રસ્ત લોકોને કલોલની હોસ્પિટલમા સારવાર અર્થે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા પોલીસ જાણ કરવામાં આવી હતી. તેમજ ઘટના સ્થળે 3 ક્રેન અને પોલીસ પહોંચી હતી. અને પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ