ગુજરાત/ ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નાનપુરાના સમૃદ્ધિ ભવન ખાતે ટ્રાફિકની સમસ્યા બાબતે એક ઓપન ફોરમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat Surat
ટ્રાફિકની સમસ્યા

@અમિત રૂપાપરા 

સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા ચેમ્બર ઓફ કોમર્સના સમૃદ્ધિ ભવન ખાતે ટ્રાફિકની સમસ્યા બાબતે એક ઓપન ફોરમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત શહેર ટ્રાફિક રિજનના તમામ ઇન્ચાર્જ તેમજ સુરત શહેર પોલીસ કમિશનર અને ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં ટ્રાફિકના નિવારણ માટે અને લોકજાગૃતિ માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નાનપુરાના સમૃદ્ધિ ભવન ખાતે ટ્રાફિકની સમસ્યા બાબતે એક ઓપન ફોરમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર સુરત શહેરના તમામ ટ્રાફિક રિજિયન ઇન્ચાર્જ, પોલીસ કમિશનર તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત માટે સાયબર ક્રાઇમ અવેરનેશ સંબંધિત શોર્ટ ફિલ્મ બતાવીને સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત શહેરના લોકોમાં ડ્રગ્સની સામાજિક અસરો અને ડ્રગનાબુદી અંગે લોકોમાં સમજ આવે તે માટે પણ એક વીડિયો ક્લિપથી લોકોમાં અવેરનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ટ્રાફિક બાબતે લોકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. મોટાભાગના પ્રશ્નો હતા તેમાં કારગિલ ચોક સર્કલને રીડિઝાઇન કરવું, પાંડેસરા પીયુષ પોઇન્ટ પોલીસ કોલોની પાસે ટ્રાફિકની સમસ્યા દૂર કરવી, ઉધના બાટલી બોય સર્કલ ખાતે ટ્રાફિકની સમસ્યા દૂર કરવી, શહેરમાં ફૂટપાથ પરના દબાણ દૂર કરવા, ટ્રાફિક સિગ્નલ પ્રમાણે જ વાહનો ચલાવવા અને પ્રતિબંધિત સમયમાં સુરતમાં પ્રવેશ કરતા લક્ઝરી બસ કે ભારે વાહનો બાબતે લોકો દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા હતા અને આ પ્રશ્નોનો હકારાત્મક ઉત્તર સુરત પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યો હતો. તો કેટલાક પ્રશ્નોનું સુરત મહાનગરપાલિકા સાથે સંકલનમાં રહી આગામી સમયમાં દૂર કરવાની બાહેધરી પણ આપવામાં આવી હતી.

તો બીજી તરફ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આગામી જૂન મહિનામાં સુરત શહેરના તમામ મોટા જંકશન પોઇન્ટ ને આવરી લઈને 276 ટ્રાફિક જંકશન ઉપર સિગ્નલો પ્રમાણે ટ્રાફિક નિયમન કરવામાં આવશે. ઉપરાંત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 590 જેટલા બોડીવન કેમેરા 31 સ્પીડ ગન અને ચાર ઇન્ટરસેપટર વાહનોની મદદથી ટ્રાફિક સુચારું રીતે ચાલે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

આ પણ વાંચો:યુવાનને ટ્રેન સાથે સેલ્ફી મોંઘી પડી, કિંમત જીવથી ચૂકવી

આ પણ વાંચો:મોરબી નગરપાલિકાને સુપસીડ કરવાનો સરકારે લીધો નિર્ણય,વહીવટદાર કરશે વહીવટ

આ પણ વાંચો:નસવાડીમાં લાંચ લેતા ઝડપાયેલ ઈજનેર પોલીસ જાપ્તામાંથી ફરાર

આ પણ વાંચો:ઉનાળાની કાળઝાળ ગરમીમાં સુરતના માર્ગ પર ડામર પીગળી જતા દેખાઈ આવ્યો ભ્રષ્ટાચાર

આ પણ વાંચો:છોટાઉદેપુર ચેકડેમમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો ડૂબ્યા, બેના મોત