- મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાનો સરકારનો નિર્ણય
- પુલ ઘટના બાદ ન. પાલિકા સુપરસીડ કરવા થઇ હતી ચર્ચા
- આખરે સરકારનો મોરબી ન.પા. સુપરસીડ કરવાનો નિર્ણય
- મોરબી દુર્ઘટના બાદ પાલિકા પર લટકતી હતી તલવાર
- અધિક નિવાસી કલેક્ટરને બનાવાયા પાલિકાના વહીવટદાર
રાજ્ય સરકારે આખરે મોરબી નગરપાલિકાને સુપરસીઢ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. મોરબી પુલ દુર્ઘટના મામલે નગરપાલિકાને સુપસીડ કરવાની ચર્ચા ચાલતી હતી,બાદમાં આજે સુપરસીડનો નિર્ણય લઇ લેવામાં આવ્યો છે.હવે મરોબી નગરપાલિકાનું વહીવટ અધિક નિવાસી કલેકટર કરશે. નોંધનીય છે કે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થવા મામલે હાલમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો રીટ પિટિશન સંદર્ભે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કર્યા હતા બાદ હવે પ્રાદેશીક કમિશનર કચેરી દ્વારા રાજ્ય સરકારમાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા દરખાસ્ત કરવાની ચર્ચા પુરજોશમાં ચાલતી હતી અંતે સુપસીડ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવા મામલે રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો રીટ પિટિશનની કાનૂની કાર્યવાહી દરમિયાન મોરબી નગરપાલિકાના 52 સદસ્યોમાંથી 49 સભ્યોએ નગરપાલિકાને સુપરસીડ ન કરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવવાની સાથે નામદાર કોર્ટ સમક્ષ પણ ગુહાર લગાવી હતી. જો કે નામદાર કોર્ટ દ્વારા સરકાર પગલાં ભારે ત્યાર બાદ સભ્યોને ન્યાય માટે આવવા કહેવામાં આવ્યું હતું.અંતે હવે નગરપાલિકાને સુપરસીડ કરી દેવામાં આવી છે.