ગુજરાત વિદ્યાપીઠ/ ગુજરાત વિદ્યાપીઠ સાદરા અને રાંધેજાના કેમ્પસને અમદાવાદ લાવશે

ગુજરાત વિદ્યાપીઠના બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં સાદરા, રાંધેજા ખાતેના કેમ્પસને અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠ કેમ્પસમાં લાવવાનો નિર્ણય કરાયો છે. આના પગલે હવે સાદરા અને રાંધેજામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને અમદાવાદ લાવવામાં આવશે.

Top Stories Gujarat
Gujarat Vidhyapith ગુજરાત વિદ્યાપીઠ સાદરા અને રાંધેજાના કેમ્પસને અમદાવાદ લાવશે

ગુજરાત વિદ્યાપીઠે મહત્વનો નિર્ણય કર્યો છે. Gujarat Vidhyapith ગુજરાત વિદ્યાપીઠના બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે.  ગુજરાત વિદ્યાપીઠના બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં સાદરા, રાંધેજા ખાતેના કેમ્પસને અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠ કેમ્પસમાં લાવવાનો નિર્ણય કરાયો છે. આના પગલે હવે સાદરા અને રાંધેજામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને અમદાવાદ લાવવામાં આવશે. નવા શૈક્ષણિક વર્ષથી ત્રણેય કેમ્પસને એક જ થઈ જશે.

ગુજરાત વિદ્યાપીઠના અમદાવાદ કેમ્પસમાં સોમવારે Gujarat Vidhyapith બપોરે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર અને ઇન્ચાર્જ રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. આ બેઠકનો બોર્ડ નિર્ણય લેતા હવે નવા શૈક્ષણિક સત્ર જૂન 2023થી ગુજરાત વિદ્યાપીઠના અમદાવાદ કેમ્પસમાં હવે રાંધેજા-સાદરા કેમ્પસના સ્નાતક કક્ષાના કોર્સ ભણાવાશે. આ બેઠકમાં રાંધેજા, સાદરા કેમ્પસના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની શૈક્ષણિક પ્રવૃત્તિઓને અમદાવાદમાં કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત અન્ય નિર્ણયોમાં ફોર્મ રજિસ્ટ્રેશન ફી 100 ટકા વધારી Gujarat Vidhyapith એટલે કે બમણી કરીને એક હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સાથે હવે નોન-ટીચિંગ રિક્રુટમેન્ટ નિયમ મુજબ ભરતી થશે. હવે સાદરા રાંધેજામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અમદાવાદ લવાશે.

ગુજરાત વિદ્યાપીઠના સાદરા, રાંધેજા કેન્દ્રમાં હાલમાં Gujarat Vidhyapith ગુજરાતી, ઇતિહાસ, હિન્દી, અંગ્રેજી, અભ્યાસ, સમાજશાસ્ત્ર, ગ્રામ્ય વ્યવસ્થા સહિતની વિદ્યાશાખામાં સ્નાતક કક્ષાના કોર્સનો અભ્યાસ કરાવવામાં આવે છે. વિદ્યાપીછના અમદાવાદ કેમ્પસમાં ભલે સ્નાતક કક્ષાનો કોર્સ શિફ્ટ કરાયો હતો. વિદ્યાપીઠના રાંધેજા કેન્દ્રમાં 102 એકર જમીનમાં નેચરોપેથીનું કેન્દ્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા ગૌશાળા કાર્યરત છે.  મહત્વનું છે કે, સાદરાના 32 એકર કેમ્પસમાં શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખાનો સ્નાતક કક્ષાનો કોર્સ હજી પણ ભણાવાશે. આ સાથે બેઠકમાં NEP 2020 મુજબ બીએડના નવા કોર્સને શરૂ કરવા પણ મંજૂરી લેવાઈ છે. હવે NCTEની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

 

આ પણ વાંચોઃ Udhav-Shinde/ ઉદ્ધવે સત્તા માટે વિચારધારા છોડી દીધીઃ ફડનવીસ

આ પણ વાંચોઃ PM Modi In Gujarat/ આવતીકાલે PM મોદી ગુજરાતની મુલાકાતે, 4,400 કરોડના પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ

આ પણ વાંચોઃ એકનાથ જ મહારાષ્ટ્રના નાથ/ સુપ્રીમના ચુકાદાથી શિંદેનો ઉદયઃ ઉદ્ધવનો રાજકીય સૂર્યાસ્ત!