Post Against RSS/ ઉપલેટામાં RSS સામે પોસ્ટ મૂકવાનું ઉદ્યોગપતિને ભારે પડ્યું

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરએસએસ સામે પોસ્ટ મૂકવાનું ઉદ્યોગપતિને ભારે પડી ગયું છે. તેના પગલે હિંદુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિનુભી ઘેરવડા દ્વારા આ પોસ્ટફેસબૂક તથા વોટ્સએપ પર બુધવારે મૂકવામાં આવી હતી.

Top Stories Gujarat
Rajkot industralist ઉપલેટામાં RSS સામે પોસ્ટ મૂકવાનું ઉદ્યોગપતિને ભારે પડ્યું

રાજકોટઃ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરએસએસ સામે Post against RSS પોસ્ટ મૂકવાનું ઉદ્યોગપતિને ભારે પડી ગયું છે. તેના પગલે હિંદુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિનુભી ઘેરવડા દ્વારા આ પોસ્ટફેસબૂક તથા વોટ્સએપ પર બુધવારે મૂકવામાં આવી હતી. તેમણે લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે “જો નીડર થે વો જંગ મેં ગયે, જો કાયર થે વો સંઘમે ગયે” આવી પોસ્ટ મૂકતવાના પગલે હિંદુ સંગઠનોમાં આક્રોશ વ્યાપ્યો છે.

ભારે વિરોધ બાદ માફી પણ માંગી

ઉલ્લેખનીય છે કે વિનુભાઈ ઘેરવડા ચેમ્બર્સ ઓફ કોમર્સના Post against RSS પ્રમુખની સાથે સાથે સામ્યવાદી માર્કસવાદી પક્ષના ઉપલેટાના મંત્રી પણ છે. તેથી આ પોસ્ટ પાછળ તેમનો રાજકીય હેતુ હોવાની કાગારોળ હિંદુ સંગઠનોએ મચાવી દીધી હતી. હિંદુ સંગઠનોનો  દાવો છે કે તે ડાબેરી વલણ ધરાવે છે. તેથી પોસ્ટ મૂક્યા બાદ હિન્દુ સંગઠનોના ભારે વિરોધને પગલે સોશિયલ મીડિયા પર ચાર લીટીનો કાગળ લખીને માફી પણ માંગી પરંતુ તમામ હિન્દુ સંગઠનનોનો રોષ શાંત ન થતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જે બાદ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાષ્ટ્રીય સેવક સંઘને બદનામ કરતી ખોટી પોસ્ટ મુકાતા Post against RSS હિન્દુ સંગઠનો RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચ, ભારત વિકાસ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો, હિન્દુ સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ચેમ્બર્સના પ્રમુખ વિનુભાઈ ઘેરવડા સામે ફરિયાદ નોંધાવી હતી. ચેમ્બર્સ ઓફ કોમર્સની હિન્દુ સંગઠનો દ્વારા વિનુભાઈ ઘેરવડાને ચેમ્બર્સના પ્રમુખ પદેથી દૂર કરવા માટે પણ હિન્દુ સંગઠનો દ્વારા સર્કિટ હાઉસ ખાતે બેઠક બોલાવવામાં આવી હતી અને હોદા ઉપરથી રાજીનામુ લઈ લેવાયું હતું.

 

આ પણ વાંચોઃ transfer/વડોદરામાં સાગમતટે બદલીઃ સામૂહિક બદલીથી સન્નાટો

આ પણ વાંચોઃ Suicide/સિહોરના પાડાપાણ ગામે ભાઈ-બહેને કર્યો આપઘાત,સુરતમાં બે મહિના પહેલા પરિવારના 4 સભ્યોએ કરી હતી આત્મહત્યા

આ પણ વાંચોઃ મોટા સમાચાર/પોલીસકર્મીઓ ચેતીજાજો, ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે પાલન કરવા DGPનો નિર્દેશ

આ પણ વાંચોઃ સુરત ક્રાઈમ બ્રાન્ચ/સુરતના સચિનમાં થયેલ બેન્કમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, ઉત્તર પ્રદેશથી ચાર આરોપી ઝડપાયા

આ પણ વાંચોઃ પશુ પ્રેમી/માથી વિખૂટા પડેલાં મોરનાં બચ્ચાઓ નિરાધાર બન્યા, એનિમલ લાઈફ કેર પડખે આવ્યું