સુરત ક્રાઈમ બ્રાન્ચ/ સુરતના સચિનમાં થયેલ બેન્કમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, ઉત્તર પ્રદેશથી ચાર આરોપી ઝડપાયા

સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતેથી પિસ્તોલ તેમજ રોકડા રૂપિયા સાથે આરોપીઓને ઘટનાના ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી હથિયાર પર કબજો લેવામાં આવ્યું હતું.

Gujarat Surat
Untitled 158 8 સુરતના સચિનમાં થયેલ બેન્કમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, ઉત્તર પ્રદેશથી ચાર આરોપી ઝડપાયા

@અમિત રૂપાપરા 

વાંજ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં મોઢા પર રૂમાલ બાંધી હેલ્મેટ પહેરી પિસ્તોલ વડે ધોળા દિવસે બેંકમાં આવેલા ગ્રાહકો તેમજ બેંકના કર્મચારીઓને બંધ બનાવી રોકડા રૂપિયાની ધાડ કરનારા ચાર આરોપીઓને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળે છે ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટરો છે અને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતેથી પિસ્તોલ તેમજ રોકડા રૂપિયા સાથે આરોપીઓને ઘટનાના ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી હથિયાર પર કબજો લેવામાં આવ્યું હતું.

11 ઓગસ્ટ 2023ના રોજ સચિનના વાંઝ ગામમાં આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં સવારે 11:30 કલાલે 5 ઈસમોએ હેલ્મેટ પહેરીને અને તમંચા જેવા હથિયાર સાથે લઈને બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ સચિન પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ પણ આ લૂંટારુંઓને પકડવામાં કામે લાગી હતી. પોલીસને ઘટનાના દિવસે આરોપીઓએ ભાગવામાં ઉપયોગમાં લીધેલી એક રીક્ષા અને બાઈક મળી આવ્યુ હતું. ત્યારબાદ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચને ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમસન ઇન્ટેલિજન્સના આધારે મળેલી બાતમીના આધારે 4 આરોપીની ઉત્તરપ્રદેશના રાયબરેલી ખાતેથી ઝડપી પાડયા હતા. આ ચાર આરોપીઓમાં રબાઝખાન ગુજર, વીપીનસિંગ ઠાકુર, ફુરકાન ગુજર અને અનુજપ્રતાપસિંગ ઠાકુરનો સમાવેશ થાય છે. આ ચારમાં મુખ્ય આરોપી વીપીનસિંગ ઠાકુર છે. આ આરોપી 6 મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો અને ત્યારબાદ આરોપીએ પોતાની સાથે અન્ય 4 રીઢા આરોપીઓને લઈ સચિનના વાંઝમાં આવેલી બેંકમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપી વીપીનસિંગ ઠાકુર સામે અલગ અલગ 32 જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. મોતભાગમાં ગુનાઓ આરોપી સામે ઉત્તર પ્રદેશના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેમને સચિનના વાંઝની બેન્ક ઓફ મહારાષ્ટ્રને લૂંટ માટે ટાર્ગેટ કરવાનું મોટું કારણ એવું હતું કે, આ બેંકમાં કોઈ પણ સિક્યુરિટી ગાર્ડન ન હતો. કારણ કે આ બેંક નાની બેંક હતી અને ત્યાં સિક્યોરિટી ગાર્ડ બેંક દ્વારા રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ રેકી કરીને બેંકમાં લૂંટ કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ એક રિવોલ્વર અને 1,58,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો સચિન પોલીસ દ્વારા આરોપીઓએ ચોરી કરેલ બે મોટરસાયકલ પણ કબજે કર્યા છે. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓએ આ લૂંટની મોટાભાગની રકમ ખર્ચી નાખી હતી.

પોલીસને એવી પણ માહિતી મળી હતી કે આરોપી વિપીનસિંગે એક વર્ષ પહેલા ભેસ્તાન વિસ્તારમાંથી બાઈકની ચોરી કરી હતી અને ઉમરા ઘોડાદોડ રોડ પાસે આવેલ અલગ અલગ જ્વેલર્સની રેકી કરી લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો. પરંતુ આ વિસ્તાર ભીડભાડવાળો હોવાના કારણે તેનો પ્લાન નિષ્ફળ ગયો હતો. આરોપી દોઢ વર્ષ અગાઉ જેલમાંથી છૂટ્યો હતો અને તેને પૈસાની જરૂર હોવાના કારણે તેને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોતે સાડીનો છૂટક ધંધો કરતો હતો અને તે માટે તેને અવારનવાર સુરત આવવા જવાનું થતું હતું તેથી તે સુરતની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતો.

આરોપી લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસથી બચવા માટે સુરતથી ભાગીને વડોદરા ગયા હતા અને ત્યારબાદ અલગ અલગ જગ્યા ઉપર થઈને તે ઉત્તરપ્રદેશમાં પહોંચ્યા હતા. હાલ ઘટનામાં જે આરોપી વોન્ટેડ છે તેને પકડવાની દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સુરત પોલીસ કમિશનરે આ આરોપીઓને પકડનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને 1 લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લૂંટ અને ધાડના 43% ગુનાઓ ગત વર્ષની તુલનામાં ઓછા બન્યા છે અને 100 ટકા ગુનાઓનો ભેદ પણ સુરત પોલિસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો