વાંકાનેર/ શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો

મોરબી જિલ્લાનાં વાંકાનેર પાસે આવેલ પ્રસિધ્ધ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ ખાતે દર્શનનું વિષેશ ધાર્મિક મહાત્મય રહેલું છે. ગુજરાતભરના દર્શનાર્થીઓનો આખો શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રમાં આવતા રહે છે.

Gujarat Others
Untitled 145 3 શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો

આજથી શિવ પ્રિય શ્રાવણ માસનો ભક્તિમય પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં શિવભક્તિની આહલેક ગુંજી રહી છે. હર હર મહાદેવ, જય શંભુ અને જય શિવશંકરના નાદ સાથે શિવભક્તો દ્વારા જલાભિષેકથી માંડી લઘુરુદ્ર સહિતના અનેકવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આવામાં મોરબી જિલ્લાનાં વાંકાનેર પાસે આવેલ પ્રસિધ્ધ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ ખાતે દર્શનનું વિષેશ ધાર્મિક મહાત્મય રહેલું છે. ગુજરાતભરના દર્શનાર્થીઓનો આખો શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રમાં આવતા રહે છે.

Untitled 145 4 શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો

વાંકાનેરથી દસ કિમીનાં અંતરે રતન ટેકરી પર કુદરતી સૌંદર્ય વચ્ચે સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, વર્ષો પહેલાં અહીં જંગલ હતું જ્યાં એક ગાયનાં આંચળમાંથી એક જ સ્થળે આપમેળે દૂધની ધારા વહેતી હતી,જ્યાં દૂધની ધારા પડતી હતી ત્યાં શિવલિંગ હતું જે સ્વયંભૂ પ્રગટ થતાં સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ કહેવાયાની લોક વાયકા પ્રસિધ્ધ છે.

Untitled 146 શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો

શ્રાવણ માસનાં બીજા સોમવારે દાદાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે વર્ષોથી લોક મેળો યોજાય છે, શ્રાવણ માસનાં ચારે સોમવાર “દાદાની રવાડી” કાઢવામાં આવે છે જેમાં ભાવિકો ઉમટે છે, આખો શ્રાવણ માસ ભૂદેવો ભાવિકો ઉમટે છે, ભજન અને ભોજન, બ્રહ્મ ચોર્યાસી યોજાય છે, મહાદેવ હરનાં નાદ ગુંજી ઉઠે છે, શ્રાવણ માસ દરમિયાન બહોળી સંખ્યામાં ભાવિકો દર્શન પૂજાનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.

Untitled 145 શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો

આ શિવાલય આજે ભવ્ય તિર્થસ્થાન બની ગયું છે. મોરબીના લોકો જડેશ્વર મહાદેવની ટેકરીને એક હિલ સ્ટેશન માને છે. જેથી અહીં ફરવા માટે લોકોની ભીડ હંમેશા રહે છે. અહીં શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગોત્સવ હોવાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. એક દ્વારથી બીજા દ્વાર સુધીની શોભાયાત્રામાં અસંખ્ય લોકો ભક્તિભાવથી જોડાય છે. અને તે જ દિવસે શિવ ભક્તો દ્વારા દરવર્ષે મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. આ મેળાની શરૂઆતથી જ અન્ય મેળાઓ અને તહેવારની શરૂઆત થાય છે, જેમાં દૂર દૂરથી લોકો જડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે.

આ પણ વાંચો:સ્વતંત્રતા પર્વના દિવસે અંબાજીમાં રાજકોટના માઇ ભક્તે કર્યું સોનાનું દાન

આ પણ વાંચો:વર્ષોથી સુરતના અઠવાગેટની એક ઓળખ બની ગયેલું પ્લેન હટાવાયું, જાણો કારણ

આ પણ વાંચો:મણિનગરમાં આરોપીએ લૂંટના ઇરાદે ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ,આરોપી પોલીસના સંકજામાં

આ પણ વાંચો:બોગસ કંપની કરી ઉભી, લાખો રૂપિયાનું રોકાણ કરાવડાવી કરી છેતરપિંડી, ફાયરના કર્મચારી સહિત ત્રણ ઝડપાયા