- નાયક તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં એક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે
- જીત નાયકે પ્રશ્નપત્ર લીક કરીને પ્રદીપ નાયકને આપ્યું હતું
- સરકારે પ્રશ્નપત્રો છાપવાનો કોન્ટ્રાક્ટ તેલંગણાની કેએલ હાઇટેકને સોંપ્યો હતો
Paper leak ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આજે ગુજરાત પંચાયત જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા પેપર લીક કેસના મુખ્ય આરોપી જીત નાયકની ધરપકડ કરી છે. નાયક તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે. ભરતી પરીક્ષા માટે પ્રશ્નપત્રો છાપવાનો કોન્ટ્રાક્ટ તેલંગાણાની કેએલ હાઈટેક કંપનીને સોંપવામાં આવ્યો હતો. જીત નાયકે પ્રશ્નપત્ર લીક કરીને પ્રદીપ નાયકને આપ્યું હતું. Paper leak એટીએસ ગુજરાત ઓડિશાના પ્રદિપ નાયકની ધરપકડ કરી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જુનિયર ક્લાર્કની ભરતીનું Paper leak થયું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે પેપર લીક થયા બાદ આ ભરતી પરીક્ષા રદ કરી છે. જણાવી દઈએ કે આ પરીક્ષા આજે સવારે 11:00 વાગ્યાથી શરૂ થવાની હતી. ગુજરાત ATS આ પેપર લીક કેસની તપાસ કરી રહી હોવાની નવીનતમ માહિતી બહાર આવી રહી છે. આ કેસમાં ATSએ અત્યાર સુધીમાં વડોદરામાંથી 10થી વધુ લોકોની અટકાયત કરી છે. દરમિયાન પેપર લીક અને પરીક્ષા રદ થવાના કારણે ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગોધરા બસ સ્ટેન્ડ સામે વિદ્યાર્થીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા.
આ ભરતી દ્વારા પંચાયત જુનિયર ક્લાર્કની 1181 જગ્યાઓ ભરવાની હતી. મળતી માહિતી મુજબ, આજે આ ભરતી પરીક્ષામાં 17 લાખ ઉમેદવારો બેસવાના હતા. સવારે 11 વાગ્યાથી પરીક્ષા યોજાવાની હતી, પરંતુ તે પહેલા જ પેપર લીક થઈ ગયું હતું જેના કારણે બોર્ડે પરીક્ષા રદ કરી હતી. જો કે, બોર્ડ દ્વારા આજે એટલે કે 29 જાન્યુઆરીએ નોટિસ જારી કરવામાં આવ્યા બાદ, પરીક્ષાની નવી તારીખ અંગેનું અપડેટ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પરીક્ષા માટે રાજ્યમાં કુલ 2995 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. તેમજ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન થાય તે માટે 7,500 પોલીસકર્મીઓ અને 70,000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા સંદર્ભે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે,આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું છે. ભાજપ સરકારમાં બેઠેલાં લોકો દ્વારા પેપર ફોડીને પોતાના મળતિયાઓને નોકરીમાં ઘુસાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. ગુજરાતના યુવાનો હતાશ અને નિરાશ ન થાય, ફરી એક વાર કોંગ્રેસ તમારા માટે લડાઈ લડશે
Digitisation/રાજ્યભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક-ડિજિટલ બનાવાશેઃ સીએમ
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની ભરતીનું પેપર લીક, પરીક્ષા થઇ રદ્દ
સુરતવાસીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આટલા કરોડની વિવિધ વિકાસ પ્રકલ્પોની આપી ભેટ
