સુરત,
સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવાન યુવતીને પ્રેમ કરતાં હતો. પરંતુ આ પ્રેમસંબંધ અંગે પરિવારજનોને જાણ થઇ જતાં પરિવારજનોએ યુવકને નિયોલ રેલવે લાઈન પાસે યુવકને રેલવે ટ્રેક પર સુવડાવી તેની પરથી ટ્રેન પસાર થતાં યુવકનું મોત નિપજયું હતું.
આમ આ રીતે પરિવારજનોએ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપ્યો હોવાનો આરોપ યુવકના પરિવારજનોએ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
પ્રેમસંબંધ મજૂર નહી હોવાને કારણે યુવાનનું કાસળ કાઢી નાખ્યું હોવાનું અનુમાન છે.આ અંગે ડીંડોલી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
