Not Set/ બિન્દાસ્ત રીતે બાઈકની ચોરી કરતા યુવકો કેદ થયા સીસીટીવી કેમેરામાં, ચોરો ફરાર

સુરત સુરત શહેર નજીક આવેલા અંતરોલી ગામમાં ત્રણ તસ્કરો એક મહોલ્લા માથી બે બાઇકોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી. મહોલ્લામાં ઘર પાસે પાર્ક કરેલી રહીશોની બાઇકના લોક ખોલવાનો પ્રયાસ કરતા નજરે ચઢે છે. છેવટે બે બાઇકો ના લોક તોડવા માં તસ્કરો સફળ થાય છે. મહોલ્લા વાસીઓ […]

Gujarat Surat Trending

સુરત

સુરત શહેર નજીક આવેલા અંતરોલી ગામમાં ત્રણ તસ્કરો એક મહોલ્લા માથી બે બાઇકોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી.

મહોલ્લામાં ઘર પાસે પાર્ક કરેલી રહીશોની બાઇકના લોક ખોલવાનો પ્રયાસ કરતા નજરે ચઢે છે.

છેવટે બે બાઇકો ના લોક તોડવા માં તસ્કરો સફળ થાય છે. મહોલ્લા વાસીઓ એ સવારે બાઇક ચોરી થઈ હોવાની જાણ થતાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં લોકો  પોલીસને સીસીટીવી ફૂટેજ આપી ચોરને ઝડપી પાડવા ફરિયાદ દાખલ કરી હતી.