Chhota Udepur News: દેશ ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યો છે, ત્યારે આદિવાસી વિસ્તારોમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ હજી પણ ચિંતાજનક છે. મૃતકના આત્મા ને લેવા માટે પરિવારજનો તાંત્રિકને સાથે લઈને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના દરવાજા સુધી પહોંચ્યાની ઘટના બનતા ડોક્ટરો અને સ્ટાફ પણ ચોંકી ગયા હતા.
માહિતી મુજબ, છોટાઉદેપુરના ખોડીવલી ગામના એક વ્યક્તિનું ત્રણ દિવસ પહેલા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આજે સૂતક હોવાથી પરિવારને માન્યતા હતી કે મૃતકનો આત્મા હોસ્પિટલમાં ભટકી રહ્યો છે. તેને ઘરે લઈ જવા તેઓ તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા.
પરિવારે સાથે લાવેલા બળવા તાંત્રિકે હોસ્પિટલના ગેટ પાસે ધૂણતા, પૂજા પાઠ અને તંત્ર-મંત્ર કરીને આત્મા લઈ જવાની વિધિ કરી હોવાનો દાવો કર્યો હતો અને વિધિ પૂરી થતાં પરિવારજનો પરત ફર્યા હતા.
હોસ્પિટલ જેવી વૈજ્ઞાનિક જગ્યાએ આવા અંધશ્રદ્ધા ભર્યા દ્રશ્યો જોઈ તબીબો અને નાગરિકો સ્તબ્ધ બની ગયા. આ ઘટનાનો વીડિયો હાલ સોષ્યલ મીડિયામાં વાયરલ થયો છે અને વિસ્તારની જાગૃતિ ઉપર ફરી સવાલો ઉભા થયા છે.
આ પહેલાં દાહોદની હોસ્પિટલમાં પણ આવો જ બનાવ બન્યો હતો, જે દર્શાવે છે કે અંતરયાળના આ વિસ્તારોમાં અંધશ્રદ્ધાનો પ્રભાવ હજી યથાવત છે.
@સુલેમાન ખત્રી : છોટાઉદેપુર
આ પણ વાંચો:અંધશ્રદ્ધાનો ભોગ બની માસૂમ બાળકી, ભૂવાએ બાળકીને ગરમ સળિયો ચાંપ્યો
આ પણ વાંચો:કમળપૂજાની અંધશ્રદ્ધામાં આધેડે પોતાનું ગળું શિવલિંગ સામે કાપીને…
આ પણ વાંચો:આસ્થા, અંધશ્રદ્ધા કે બીજું કંઈક… સાધ્વી આશુતોશામ્બરી 133 દિવસ પછી પણ સમાધિમાંથી પરત નથી આવી!
