Business News: ભારતે (India) ચીનમાં બનાવવામાં આવતા અથવા ત્યાંથી નિકાસ કરવામાં આવતા પોલીએસ્ટર ટેક્સ્ચર્ડ યાર્ન (PTY) ની આયાત પર એન્ટિ-ડમ્પિંગ તપાસ શરૂ કરી દીધી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries) અને વેલનૉન પોલિએસ્ટર લિમિટેડ (Well-known Polyester) દ્વારા દાખલ કરાયેલી અરજીના આધારે આ તપાસ કરવામાં આવી રહી હોવાનું ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR) દ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું હતું.
સ્થાનિક ઉદ્યોગને વાસ્તવિક નુકસાનનો આરોપ
તેમણે જણાવ્યા અનુસાર, “અરજદારોએ આરોપ લગાવ્યો છે કે, ચીન (China)માં બનાવવામાં આવતા અથવા ત્યાંથી નિકાસ થતા PTY એ સ્થાનિક ઉદ્યોગને વાસ્તવિક નુકસાન (Material Damage) પહોંચાડ્યું છે.”
રિલાયન્સ તથા વેલનૉન દ્વારા કરાયેલી આ અરજીને ફિલેટેક્સ ઇન્ડિયા લિમિટેડ (Filatex India), મેડેલિન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ (Medalin Enterprises), ગાર્ડન સિલ્ક મિલ્સ લિમિટેડ, ઇન્ડોરામા સિન્થેટિક્સ લિમિટેડ તથા સનાથન ટેક્સટાઇલ લિમિટેડ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
ચીન ભારતના સ્થાનિક બજારમાં ઉત્પાદનનું ડમ્પિંગ કરવા અંગે “પૂરતા પ્રથમદર્શી પુરાવા”
DGTR દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચીનના નિકાસકર્તાઓ દ્વારા ભારતના સ્થાનિક બજાર (Local Market)માં ઉત્પાદનનું ડમ્પિંગ (Dumping) કરવામાં આવી રહ્યું હોવાના “પૂરતા પ્રથમદર્શી પુરાવા” છે.
હાલ આ તપાસ (Investigation) માટેનો સમયગાળો 1 એપ્રિલ, 2024 થી 30 જૂન, 2025 નિર્ધારિત કરવામાં આવેલ છે.
આ ઇન્વેસ્ટિગેશન અંતર્ગત, નુકસાનનો સમયગાળો નાણાકીય વર્ષ 2022-2024 અને સમગ્ર તપાસના સમયગાળાને આવરી લેશે.
આ પણ વાંચોઃ ટેરિફ પછી ભારત-અમેરિકા પ્રથમ કરાર: ભારત અમેરિકાથી LPG આયાત કરશે
આ પણ વાંચોઃ પ્રોપર્ટીની કિંમત હંમેશાં વધતી રહે એવું નથી હોતું…ભારતમાં પણ જાપાન જેવું થઇ શકે છે…ક્રેશ…!!
આ પણ વાંચોઃ આ વર્ષે પહેલી વાર બિટકોઈન નેગેટિવ થયો, એક મહિનામાં આકાશમાંથી જમીન પર પટકાયો

