Business News: પ્રોપર્ટીની કિંમત (Property Value) ત્યારે જ વધે છે જ્યારે દેશની આર્થિક સ્થિતિ (Economy) એને અનુકૂળ હોય! સામાન્ય જનમાનસની ધારણા એવી છે કે, રિયલ એસ્ટેટમાં લગાવેલા પૈસા હંમેશાં ફાયદાકારક જ હોય છે પરંતુ, પ્રોપર્ટી એક્સપર્ટ્સ એને ખોટી ઠેરવી રહ્યાં છે અને એની પાછળના કારણોમાં વૈશ્વિક સ્તરે માર્કેટની ભયંકર ઉથલ-પાથલ તરફ ઇશારો કરી રહ્યાં છે.
ભારતના રિયલ એસ્ટેટ માર્કેટ (Real Estate Market, India)માં હાલ તેજી જોવા મળી છે પણ અનુભવી સલાહકાર અને માર્કેટ સંબંધિત બાબતોના એક્સપર્ટ્સ, ભૂતકાળમાં થયેલી ભૂલોને ન દોહરાવવાની સલાહ આપતા ચેતવી રહ્યાં છે! ખ્યાતનામ રિયલ એસ્ટેટ વિશેષજ્ઞના મતે, આ ‘બુલેટપ્રુફ’ (Bulletproof) દેખાતી તેજી (Boom)ની પાછળ છુપાયેલી અસ્થિરતાને અવગણવી ન જોઇએ!
એક્સપર્ટની સ્પષ્ટ ચેતવણી છે કે, પ્રોપર્ટીની કિંમતો હંમેશાં નથી વધતી અને જાપાન, ચીન અને અમેરિકા (China & America)ની ભૂતકાળની દુર્ઘટનાઓથી એ સાબિત થાય છે કે, જ્યારે પાયાના સિદ્ધાંતો હલી જાય ત્યારે શું થાય છે…!! પ્રોપર્ટી નિષ્ણાતે લિંક્ડઇન (Linked Inn) પોસ્ટમાં લખ્યું છે કે, “તમારા અંકલે 2007માં એક ફ્લેટ ખરીદ્યો હતો, એ હજુ પણ ‘બ્રેક ઈવન’ (Break Even અર્થાત્ સરભર) થવાની રાહ જોઇ રહ્યાં છે!!”
રિયલ એસ્ટેટમાં કાયમ ફાયદો નથી થતો હોતો
પ્રોપર્ટીની કિંમત ત્યારે જ વધે છે જ્યારે દેશની આર્થિક સ્થિતિ એને અનુકૂળ હોય! એક્સપર્ટ એ સર્વસામાન્ય ધારણાને ખોટી ઠેરવે છે કે, રિયલ એસ્ટેટ એક ગેરેન્ટી (Gaurantee) છે કે જીતી જ જઇશું! આથી વિપરીત, એ દુનિયાભરમાં થઇ રહેલી અકળ હલચલ તરફ ઇશારો કરે છે.
એ દિશામાં વધુ પ્રકાશ પાડતાં એક્સપર્ટ કહે છે કે, “1989માં જાપાન (Japan)માં પ્રોપર્ટી માર્કેટ એટલું બધું ગતિમાન હતું કે ટોકિયોના ઇમ્પીરિયલ પૅલેસની જમીનની કિંમત આખા કેલિફૉર્નિયા (California)થી પણ વધારે થઇ ગઇ હતી! ત્યાર બાદ, માર્કેટ પડી ગયું અને 2001 સુધી જમીનની કિંમતોમાં અધધધ 70 ટકાનો ઘટાડો નોંધાયો હતો!! જે-જે લોકોએ 1989માં સૌથી ઊંચી કિંમત પર પ્રોપર્ટી ખરીદી હતી એ અત્યારે પણ નુકસાન (Property Loss)માં ડૂબેલા છે અને આ વાતને 36 વર્ષ વીતી ચૂક્યાં છે!” નિષ્ણાતે આ બાબતે અમેરિકાનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “વર્ષ 2007 અને 2009ની મધ્યમાં સંપત્તિની કિંમતો 19 ટકા જેટલી પડી ગઇ હતી. માત્ર એક વર્ષ 2009માં જ 28 લાખથી વધુ ફોરક્લોઝર (Foreclosure) થયાં હતા અને એ મકાન માલિકોને પોતાની ઇકિવટી (Equity) પરત લેવા માટે 5 થી 7 વર્ષ જેટલી રાહ જોવી પડેલી!”
ભારત અન્ય દેશોથી અલગ શી રીતે?
પ્રોપર્ટી નિષ્ણાતના તર્ક મુજબ, ભારત (India) હાલ તો કેટલાક યોગ્ય કારણોસર બીજા દેશોથી અલગ છે. એ જણાવે છે કે, “ભારત એ તમામ બાબતો પર ખરું ઉતર્યું છે. નાણાકીય વર્ષ 2025ના પ્રથમ 3 માસમાં કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 7.8 ટકા વધ્યો છે. આપણા શહેરી ક્ષેત્રોમાં 10 કરોડથી પણ વધારે લોકો જોડાઇ રહ્યાં છે. ઑફિસ માટેની જગ્યાની માગ અને આપૂર્તિનો રેશિયો 0.49 છે. અર્થાત્ પ્રત્યેક 2 વર્ગ ફૂટની માગ સામે આપણે ફક્ત 1 વર્ગ ફૂટ બનાવી રહ્યાં છીએ.” આ બાબત વર્તમાન સમયને વિકાસને અનુકૂળ દર્શાવી રહી છે. આમ છતાંયે એમની ચેતવણી (Warning) તો યથાસ્થાને જ છે.
એક્સપર્ટ જણાવે છે કે, “ચીનને પૂછો કે 26 ટકા ખાલી ઑફિસમાં કેવું મહેસૂસ થાય છે? જાપાનને પૂછો કે 1990નું વર્ષ કેવું રહ્યું? એ અમેરિકનોને પૂછો જેમણે 2007માં પ્રોપર્ટી ખરીદી હતી!” અંતમાં એમણે નિષ્કર્ષ જણાવતા કહ્યું છે કે, જ્યારે પાયાની બાબતો બરાબર હોય ત્યારે તમે પૈસા કમાઓ છો. જ્યારે એ જ સુસંગત ન હોય તો, તમે કોઇ અન્યના લગ્નમાં સંભળાવવામાં આવતી ચેતવણી સમાન વાર્તા બની જાઓ છો!”
આ પણ વાંચો: આધારથી લઈને બેંકો સુધી, આ 7 મોટા ફેરફારો 1 નવેમ્બરથી થશે, તેમની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે!
આ પણ વાંચો: ED એ અનિલ અંબાણીની ₹3,000 કરોડથી વધુની સંપત્તિ કરી જપ્ત, જાણો શું છે મામલો?
આ પણ વાંચો: હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પી. હિન્દુજાનું અવસાન, લાંબા સમયથી બીમાર હતા
