Not Set/ પ્રણવ મુખર્જી આજે રહેશે RSSના હેડક્વાર્ટરમાં હાજર, જુઓ, શું છે આ ચાર કલાકનો કાર્યક્રમ

નાગપુર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ગુરુવારના રોજ યોજાનારા પ્રશિક્ષણ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપસ્થિત રહેવાના છે. RSSના હેડક્વાર્ટર નાગપુર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં પ્રણવ મુખર્જીની ઉપસ્થિતીને લઇ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. નાગપુર ખાતે પૂર્વ રાષ્ટ્રપતિની હાજરીને લઇ ચર્ચાઓ છે કે, આ કાર્યક્રમમાં તેઓ શું બોલશે. તેઓ સાંજે ૬.૩૦ કલાકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત RSSના ટોચના આગેવાનો, […]

India Trending

નાગપુર,

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ગુરુવારના રોજ યોજાનારા પ્રશિક્ષણ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપસ્થિત રહેવાના છે. RSSના હેડક્વાર્ટર નાગપુર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં પ્રણવ મુખર્જીની ઉપસ્થિતીને લઇ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે.

નાગપુર ખાતે પૂર્વ રાષ્ટ્રપતિની હાજરીને લઇ ચર્ચાઓ છે કે, આ કાર્યક્રમમાં તેઓ શું બોલશે. તેઓ સાંજે ૬.૩૦ કલાકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત RSSના ટોચના આગેવાનો, સ્વયંસેવકોને સંબોધિત કરશે, ત્યારે ૩૦ મિનિટના ભાષણમાં જોવાનું રહેશે કે, આ સંબોધન રાજકારણથી પ્રેરિત હશે કે કોઈ રાષ્ટ્રીય મુદ્દાઓ પર જ વાત કરશે.

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસમાં લગભગ ૫ દાયકા સુધી રાજનીતિમાં શામેલ રહેલા પ્રણવ દા ગુરુવાર સાંજે ૫.૩૦ વાગ્યાથી લઇ ૯.૩૦ સુધી સંઘના હેડક્વાર્ટરમાં હાજર રહેશે.

તૃતીય વર્ષ શિક્ષા વર્ગ સમાપનના કાર્યક્રમની શરૂઆત સંઘના ભગવા કલરના ધ્વજ ફરકાવવાની સાથે થશે. RSSના આ દીક્ષાંત સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિની સાથે ૪ લોકો સ્ટેજ પર રહેશે, જેમાં મોહન ભાગવત અને ૨ અન્ય આરએસએસના વરિષ્ઠ અધિકારીઓ શામેલ રહેશે.

સંઘનું હેડક્વાર્ટરનું મુલાકાત બાદ ડીનર પણ કરી શકે છે

સંઘના હેડકવાર્ટરમાં RSSના ફાઉન્ડર કેશવ બલિરામ હેડગેવારની યાદમાં એક સ્મૃતિ મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જો કે હજી સુધી તેઓનો કાર્યક્રમ નક્કી નથી પણ તેઓ પરિસરની મુલાકાત લઇ શકે છે.

આ ઉપરાંત પ્રણવ મુખર્જી સંઘના હેડક્વાર્ટરમાં ડીનર પણ લઇ શકે છે, જો કે પરંપરા મુજબ, મોહન ભાગવત કાર્યકર્તાઓ સાથે જ કોમન હોલમાં જ ભોજન કરી શકે છે.

પૂર્વ રાષ્ટ્રપતિની દીકરીએ પ્રણવ મુખર્જીએ આપી સલાહ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)  હેડકવાર્ટર સ્થિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી બુધવારના રોજ નાગપુર પહોંચી ગયા છે, કાર્યક્રમમાં તેઓની હાજરીને લઇ કોંગ્રેસના બધા જ નેતાઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે પ્રણવ મુખર્જીની દીકરીએ પણ પિતાને સલાહ આપી છે.

પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ પિતાને સલાહ આપતા કહ્યું કે, “RSS તમારો ખોટો ઊપયોગ કરી રહ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે બીજેપી-આરએસએસ જુઠ્ઠી વાર્તા બનાવાની ખુલી છૂટ આપી રહ્યા છો, આ તો ફક્ત શરૂઆત છે”.

જો કે શર્મિષ્ઠાએ આ વાતનું ખંડન કરતા આશા વ્યક્ત કરી હતી કે, “પિતાને હવે અહેસાસ થશે કે ભાજપનો ડર્ટી ડીપાર્ટમેન્ટ કેવી રીતે કામ કરશે. તમારા ભાષણને ભૂલાવી દેવામાં આવશે, બસ તસવીરો યાદ રહેશે અને તેને નકલી નિવેદનો સાથે ફેલાવશે”.

કોંગ્રેસના નેતાઓ પણ નોધાવી ચુક્યા છે વિરોધ

આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ અને સી કે જાફર દ્વારા પણ પ્રણવ મુખર્જીને પત્ર લખીને કાર્યક્રમમાં જવા માટેના નિર્ણય પર વિચાર કરવા કહ્યું હતું.

જયરામ રમેશે જણાવ્યું, “તેઓએ પૂર્વ રાષ્ટ્રપતિને લખ્યું હતું કે, તેઓ જેવા વિધવાન અને સેક્યુલર વ્યક્તિને આરએસએસ સાથે નિકટતા ન રાખવી જોઈએ. RSSના કાર્યક્રમમાં જવાથી દેશમાં સેક્યુલર માહોલ પર ખોટી અસર પડતી હોય છે”

RSSના કાર્યક્રમમાં પ્રણવ મુખર્જી પહેલા આ નેતાઓ રહી ચુક્યા છે હાજર

પૂર્વ રાષ્ટ્રપતિની RSSના કાર્યક્રમમાં હાજરી લઈને રાજકારણમાં ઘણો ગરમાવો જોવા મળી રહ્યો છે, પરંતુ પ્રણવ મુખર્જી એક માત્ર ગેર-સંઘી નથી, આ પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જયપ્રકાશ નારાયણ અને પૂર્વ સેના પ્રમુખ જનરલ કરિઅપ્પા પણ હાજર રહી ચુક્યા છે.

આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ વિવેકાનંદ રોક મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું.