Dharm & Bhakti: આચાર્ય ચાણક્યે તેમના દ્વારા લીખિત નીતિ-શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ નીતિઓ દર્શાવેલી છે. આ નીતિ સૂત્રો (Chanakya Niti Sutra)માં નોકરી, વ્યવસાય, લગ્ન, પ્રગતિ, ધન-સંપત્તિ, દોસ્તી અને દુશ્મની જેવા વિવિધ પાસાઓનો ચાણક્યે ઉલ્લેખ કર્યો છે.
ભારત વર્ષની પ્રખર બુદ્ધિમાન વિભૂતિ
પ્રાચીન ભારતની પ્રખર બુદ્ધિમાન વિભૂતિઓમાં જેમની ગણના થાય છે એવા, આચાર્ય ચાણક્યની નીતિઓના પગલે ચાલનારા લોકો આજે પણ તેમને યાદ કરે છે અને ફક્ત યાદ જ નહિં, પરંતુ એમણે ચીંધેલા માર્ગ પર ચાલીને જીવનમાં સફળ પણ થાય છે.
આચાર્ય ચાણક્યને કૌટિલ્ય તથા વિષ્ણુગુપ્ત (Kautilya and Vishnugupta) નામથી પણ ઓળખવામાં આવે છે. નીતિ શાસ્ત્રમાં એવી ઘણી વાતો લખવામાં આવેલી છે, જેનું અનુસરણ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એકવાર તો અવશ્ય કરવું જ જોઇએ.

મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાની આધારશિલા
ચાણક્ય (Chanakya) પ્રાચીન ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિના પ્રકાંડ પંડિત હતા. ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupt Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.
ચાણક્યના અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર
ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthshastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો (Chanakya Niti Sutra) સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે. સામ, દામ, દંડ અને ભેદ (Sam, Daam, Dand, Bhed) એ ચાર એમની નીતિના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે.
તેઓની આ નીતિઓ આજે પણ એટલી જ પ્રભાવશાળી છે અને લોકો પોતાના જીવનમાં એનું અનુસરણ પણ કરે છે. આવી જ એક નીતિમાં ચાણક્યે સ્પષ્ટ કર્યું છે કે, કેવા પતિ, પત્ની અથવા અન્ય સંબંધીઓનો સત્વરે ત્યાગ કરી દેવો જોઇએ?
આવા ગુણોવાળા પતિ-પત્ની તથા અન્ય બાબતોને ત્યજી દો: Chanakya Niti Sutra
આચાર્ય ચાણક્યની નીતિ અનુસાર આટલા લોકો અને બાબતોનો સત્વરે ત્યાગ કરવો.
1. આવા ધર્મને ત્યજી દેવો જરુરી-
ચાણક્યનું કહેવું છે કે, જે ધર્મ (Religion)અન્ય વ્યક્તિઓ પ્રત્યે દયાભાવ રાખવાનું શીખવાડતો ના હોય અને જેનુ પાલન કરવાથી સૌહાર્દમાં કમી આવતી હોય વળી, જેમાં કરુણા માટે કોઇ જ સ્થાન ન હોય તથા જેનું પાલન કરવું કષ્ટદાયક હોય, એવા ધર્મનો મનુષ્યે તરત ત્યાગ કરી દેવો જોઇએ.

2. આવા ગુરુને ત્યજી દેવા જોઇએ-
ચાણક્ય કહે છે કે, જે ગુરુ (Mentor)ની કથની અને કરણીમાં અંતર હોય અર્થાત્ ગુરુ પોતાના શિષ્યોને જે ઉપદેશ આપે એનું સ્વયં પાલન ન કરતા હોય એવા ગુરુનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે. વળી ચાણક્ય કહે છે કે, શિક્ષણ (Education)ના અભાવમાં જીવનારો વ્યક્તિ ક્યારેય ઉત્તમ ગુરુ સાબિત થઇ શકતો નથી.
3. આવી પત્નીને ત્યજી દેવી-
ચાણક્ય કહે છે કે, જે પત્ની (Wife) હંમેશાં કટુ વચન બોલતી હોય અને જે સ્વભાવે અને વર્તનમાં ક્રોધી હોય ઉપરાંત, જેના કારણે ઘરનું વાતાવરણ અશાંત રહેતુ હોય તો આવું વર્તન (Behaviour) કે વ્યવહાર કરનાર પત્નીનો ત્યાગ કરવો જ ઉચિત છે.

4. આવા પતિને ત્યજી દેવો-
ચાણક્ય કહે છે કે, જેના વર્તનમાં વધુપડતો ક્રોધ સામેલ હોય તથા બધી બાબતમાં જે બૂમાબૂમ કર્યા કરતો હોય ઉપરાંત, પરિવારની પરિસ્થિતિ પર લેશમાત્ર ધ્યાન આપતો ન હોય તથા બાળકોના પાલન-પોષણની ચિંતા ન કરતો હોય, તો એવા વ્યક્તિનો તેવા પતિ (Husband)નો પત્નીએ અવશ્ય ત્યાગ કરી દેવો જોઇએ.
5. આવા સંબંધીઓને ત્યજી દેવા-
ચાણક્ય કહે છે કે, એવા ઘણા બધા સંબંધીઓ (Relatives) હોય છે જે, પોતાનો સમય અને સંપત્તિ ખર્ચ તો કરતા હોય, પરંતુ આ તમામ સંબંધો પૈકી આપણુ શુભચિંતક કોણ છે એની જાણકારી હોવી જરુરી છે. વિપરીત સંજોગોમાં જે કામ ન આવે, એવા સંબંધોનો નિઃસંકોચ ત્યાગ કરવો જ ઉચિત છે.
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…
આ પણ વાંચો: ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કોઈ ગમે તેટલું અંગત કેમ ન હોય, ભૂલેચૂકેય ના ખોલશો આ 7 ભેદ…
