Amazon Agentic AI Features: ઈ-કોમર્સ દિગ્ગજ એમેઝોને (Amazon) ઓનલાઈન શોપિંગના અનુભવને વધુ સ્માર્ટ અને સરળ બનાવવા માટે પોતાના પ્લેટફોર્મ પર મોટો ફેરફાર કર્યો છે. કંપનીએ તેના અગાઉના શોપિંગ આસિસ્ટન્ટ ‘રુફસ’ (Rufus AI) ને રિટાયર કરીને તેના સ્થાને વધુ શક્તિશાળી ‘એલેક્સા ફોર શોપિંગ’ (Alexa for Shopping) એઆઈ આસિસ્ટન્ટ રજૂ કર્યું છે. આ નવું આસિસ્ટન્ટ માત્ર પ્રોડક્ટ શોધવામાં જ નહીં, પરંતુ ગ્રાહકોની પસંદગી અને જરૂરિયાત મુજબ આપમેળે કામ કરવાની ક્ષમતા (Agentic AI) ધરાવે છે.
રુફસ અને એલેક્સાનું શક્તિશાળી સંગમ
એમેઝોનનું (Amazon) આ નવું શોપિંગ આસિસ્ટન્ટ રુફસની ડેટા સમજવાની ક્ષમતા અને એલેક્સાની વાતચીત કરવાની શક્તિનું સંયોજન છે. હવે યુઝર્સે કોઈ ચોક્કસ કીવર્ડ ટાઈપ કરવાની જરૂર નથી; તેઓ સામાન્ય વાતચીતની ભાષામાં પ્રશ્નો પૂછી શકશે. જેમ કે, “મારા કામ માટે કયું લેપટોપ શ્રેષ્ઠ રહેશે?” અથવા “મારો ઓર્ડર ક્યારે ડિલિવર થશે?” આ AI તમારી ભૂતકાળની ખરીદી અને શોધ પેટર્નને યાદ રાખીને વધુ સચોટ અને વ્યક્તિગત સૂચનો આપશે, જેનાથી શોપિંગ વધુ માનવીય અને સરળ બનશે.
એજન્ટિક AI: તમારી શરતો પર આપમેળે થશે શોપિંગ
નવા એલેક્સામાં ‘એજન્ટિક એઆઈ’ (Agentic AI) ફીચર છે જે તેને અત્યંત સ્માર્ટ બનાવે છે. હવે યુઝર્સ માત્ર એક કમાન્ડ આપીને આખું શોપિંગ કાર્ટ તૈયાર કરાવી શકે છે. એટલું જ નહીં, રોજિંદી વસ્તુઓ જેવી કે ડાયપર કે રસોડાના સામાન માટે તે ઓટોમેટિક શેડ્યૂલ સેટ કરી શકે છે. સૌથી આકર્ષક ફીચર ‘પ્રાઈસ ડ્રોપ કંડિશન’ છે. યુઝર્સ એવી શરત મૂકી શકે છે કે, “જો આ પ્રોડક્ટની કિંમતમાં ₹500નો ઘટાડો થાય તો તેને કાર્ટમાં ઉમેરી દેજો.” AI આ શરત મુજબ કિંમતો પર નજર રાખશે અને આપમેળે કામ કરશે.
કિંમતનો ઇતિહાસ અને પર્સનલાઇઝેશન પર ભાર (Amazon)
ગ્રાહકો છેતરાય નહીં તે માટે એમેઝોને (Amazon) હવે પ્રોડક્ટ પેજ પર પાછલા એક વર્ષનો પ્રાઈસ હિસ્ટ્રી (કિંમતનો ઇતિહાસ) દર્શાવવાનું શરૂ કર્યું છે. આનાથી યુઝર્સ જાણી શકશે કે અત્યારે કિંમત વધી છે કે ઘટી છે. વધુમાં, સર્ચ રિઝલ્ટની ઉપર AI દ્વારા જનરેટ કરવામાં આવેલી પ્રોડક્ટની ઝાંખી (Overview) જોવા મળશે, જે ઝડપી નિર્ણય લેવામાં મદદ કરશે. યુઝર્સ તેમના પરિવાર, પાલતુ પ્રાણીઓ કે ખોરાકની પસંદગી વિશેની માહિતી પણ અપડેટ કરી શકશે, જેના આધારે AI વધુ સચોટ ભલામણો આપશે.
આ પણ વાંચો: UPI પેમેન્ટ માટે કઈ એપ છે સૌથી સેફ? જાણો સાયબર નિષ્ણાતોનો અભિપ્રાય
આ પણ વાંચો: એસીમાં દેખાતા E1, P2 કે F5 કોડનો અર્થ શું છે? જાણો મિકેનિકની છેતરામણીથી બચવાની રીત
