Dharm & Bhakti: મહાદેવ અને સૃષ્ટિના પાલનહાર (Lord Shiva & Lord Vishnu) સર્પને પોતાની સમીપ રાખે છે એનાથી એ સ્પષ્ટ છે કે, હિન્દુ ધર્મમાં નાગ દેવતાનું સ્થાન મહત્વપૂર્ણ છે. મોટાભાગે લોકોને સપનામાં પણ સાપ દેખાતા હોય છે. કેટલાક લોકો સાપનું સપનામાં આવવું (Snake in Dreams) શુભ માને છે તો કેટલાક અશુભ! જો સ્વપ્ન શાસ્ત્ર (Swapna Shashtra)ની દ્રષ્ટિએ જોઇએ તો સાપને સપનામાં નિહારવો એ શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે સપનામાં સાપ દેખાવો ક્યારે અત્યંત શુભ ગણાય છે?

હિન્દુ ધર્મમાં સર્પનું મહત્વ
સનાતન ધર્મમાં સાપ (નાગ, Snake)ને પૂજનીય માનવામાં આવે છે. પ્રતિ વર્ષ નાગ પંચમીના તહેવાર (Nag Panchami Festival) પર એની વિધિ-વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે.

ભગવાન શિવ દ્વારા ગ્રીવામાં વાસુકી નાગ (Vasuki Naga)ને ધારણ કરવામાં આવ્યો છે અને એ ઉપરાંત, ભગવાન વિષ્ણુ પણ શેષનાગ (Sheshnag)ની શૈય્યા પર ક્ષીર સાગરમાં નિવાસ કરે છે.

Swapna Shashtra: સોમવારે સાપનું સ્વપ્નમાં દેખાવું અત્યંત શુભ
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સ્વપ્નમાં સોમવારે સાપનું દેખાવું અત્યંત શુભ મનાય છે! સોમવાર ભગવાન ભોળાનાથને સમર્પિત છે, જે સ્વયં ગળામાં સર્પ ધારણ કરે છે. આથી જો તમને આ દિવસે સપનામાં સાપના કે નાગદેવતાના દર્શન થાય તો એનાથી ઉત્તમ વાત કઇ હોઇ શકે? એવું કહે છે કે, સપનામાં સોમવારે સાપ જોવાનો મતલબ એ છે કે હવે તમારો સમય બદલાવા જઇ રહ્યો છે અને તમારા તમામ કષ્ટ સમ્પ્ત થવા જઇ રહ્યાં છે! આને અન્ય અર્થ એ પણ થાય છે કે, તમારું અટકેલું કે ફસાયેલું ધન પણ પરત મળી શકે છે. આ ઉપરાંત, આને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક પણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 19 માર્ચથી હિન્દુ નવ વર્ષનો પ્રારંભ…ભારતીય સંસ્કૃતિમાં અનેરુ મહત્વ…આ વર્ષે અધિક મહિનો..!
