Dharma & Bhakti/ 19 માર્ચથી હિન્દુ નવ વર્ષનો પ્રારંભ…ભારતીય સંસ્કૃતિમાં અનેરુ મહત્વ…આ વર્ષે અધિક મહિનો..!

Hindu Nav Varsh 2026 (હિન્દુ નવ વર્ષ) અર્થાત્ વિક્રમ સંવત 2083 માં કુલ 13 મહિના રહેશે. તમને થશે કે, કેમ બાર નહિં અને તેર મહિના? આનું કારણ છે અધિક માસ…

Trending Religious Rashifal Dharma & Bhakti
Hindu Nav Varsh 2026, વિક્રમ સંવત, અધિક માસ, વિષ્ણુ, ગુડી પડવો

Dharm & Bhakti: હિન્દુ નવ વર્ષનો પ્રારંભ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા અર્થાત્ એકમ તિથિએ થાય છે. આ દિવસને વિક્રમ સંવત મુજબ નવા વર્ષ (Hindu Nav Varsh 2026)ની શરુઆત ગણવામાં આવે છે. ભારતના વિભિન્ન રાજ્યોમાં આ નવ વર્ષને ગુડી પડવા, ઉગાદી, ચેટી ચાંદ (Gudi Padwa, Ugadi, Cheti Chand) વગેરે જેવા નામોથી પણ ઓળખવામાં અને મનાવવામાં આવે છે.

Hindu Nav Varsh 2026, વિક્રમ સંવત, અધિક માસ, વિષ્ણુ, ગુડી પડવો

ભારતીય સંસ્કૃતિમાં સમયની ગણના કેવળ એક કેલેન્ડર પૂરતી સીમિત નથી પરંતુ, એને પ્રકૃતિ, ગ્રહ-નક્ષત્ર અને બ્રહ્માંડની વ્યવસ્થા સાથે સંલગ્ન કરીને જોવામાં આવે છે. સનાતન પરંપરા અનુસાર, નવ વર્ષ કેવળ એક તિથિ જ નથી પણ એક નવીન ઊર્જા, નવીન સંકલ્પ અને શુભ કાર્યોની શરુઆતનું પ્રતીક પણ માનવામાં આવે છે. આવનારું નવ વર્ષ વિક્રમ સંવત 2083 ગણાશે.

Hindu Nav Varsh 2026, વિક્રમ સંવત, અધિક માસ, વિષ્ણુ, ગુડી પડવો

હિન્દુ નવ વર્ષ 2026 (Hindu Nav Varsh 2026) ક્યારથી શરુ થશે?

વર્ષ 2026 માં હિન્દુ નવ વર્ષ 19 માર્ચ (19 March 2026)થી શરુ થશે. આ દિવસને વિક્રમ સંવત 2083 (Vikram Sanvat 2083)નો પ્રારંભ પણ માનવામાં આવશે. વૈદિક પંચાંગ અનુસાર, ચૈત્ર સુદ એકમ તિથિ, 19 માર્ચે સવારે 6 વાગીને 52 મિનિટથી શરુ થશે અને આગલા દિવસ સુધી વિદ્યમાન રહેશે. એવી ધાર્મિક માન્યતા છે કે, આ જ દિવસે બ્રહ્માજી (Lord Brahma)એ આ સકળ સૃષ્ટિની રચના કરી હતી. આ જ કારણે આ તિથિને અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ નવા વર્ષના રોજ ચૈત્રી નવરાત્રિનો પણ શુભારંભ થશે. ભારતના વિભિન્ન રાજ્યોમાં આ નવ વર્ષને ગુડી પડવા, ઉગાદી, ચેટી ચાંદ વગેરે જેવા નામોથી પણ ઓળખવામાં અને મનાવવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન, વ્રત, તહેવારો અને ધાર્મિક કાર્યક્રમોનો નવા ઉત્સાહભેર આરંભ થશે.

Hindu Nav Varsh 2026, વિક્રમ સંવત, અધિક માસ, વિષ્ણુ, ગુડી પડવો

આ વર્ષની ગ્રહોની સ્થિતિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષ 2026 માં શરુ થતા નવા સંવત્સરને રૌદ્ર સંવત્સર પણ કહેવામાં આવે છે. આ વર્ષે રાજા બૃહસ્પતિ અને મંત્રી મંગળ છે. વૈદિક જ્યોતિષમાં પ્રત્યેક વર્ષે દેશ અને દુનિયા પર નવા વર્ષનો પ્રભાવ ગ્રહોની સ્થિતિના આધારે જોવામાં આવે છે. ગુરુ ગ્રહ (Guru Graha)ને જ્ઞાન, ધર્મ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે મંગળ ગ્રહ (Mangal Graha) સાહસ અને ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. આથી આ વર્ષે ધર્મ, પરાક્રમ અને સકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધારે જોવા મળી શકે છે.

Hindu Nav Varsh 2026, વિક્રમ સંવત, અધિક માસ, વિષ્ણુ, ગુડી પડવો

આ વર્ષમાં 13 મહિના આવશે

સામાન્યત: હિન્દુ પંચાંગમાં 12 મહિના જ હોય છે પરંતુ, વિક્રમ સંવત 2083 માં કુલ 13 મહિના (13 Months) રહેશે. તમને થશે કે, કેમ બાર નહિં અને તેર મહિના? આનું કારણ છે અધિક માસ…આ વર્ષે જ્યેષ્ઠ માસ બે વાર આવશે એટલે વધારાનો મહિનો ગણાશે. આ વધારાના મહિનાને મળમાસ, અધિક માસ અથવા તો પુરુષોત્તમ માસ (Malmas, Adhikmas or Purushottamamas) એવા નામથી ઓળખવામાં આવે છે.

અધિક માસ શાથી આવે છે?

હિન્દુ પંચાંગ ચંદ્રમાની ગતિ પર આધારિત છે અને ચંદ્ર વર્ષ (Lunar Year) આશરે 354 દિવસનું હોય છે, જ્યારે સૂર્ય વર્ષ (Solar Year) લગભગ 365 દિવસનું ગણાય છે. આ રીતે આ બંને પ્રકારની વર્ષ ગણનામાં 11 દિવસનો તફાવત પડે છે અને આ અંતરને સંતુલિત કરવા માટે દર ત્રણ વર્ષે એક વધારાના મહિનાનો ઉમેરો કરવામાં આવે છે અને આ મહિનાને અધિક માસ એવા નામથી ઓળખવામાં આવે છે.

વર્ષ 2026 માં આ અધિક માસ 17 મેથી 15 જૂનની મધ્યમાં આવશે, આથી અનેક મુખ્ય તહેવારો અને વ્રત લગભગ 15 થી 20 દિવસ મોડા આવી શકે છે.

Hindu Nav Varsh 2026, વિક્રમ સંવત, અધિક માસ, વિષ્ણુ, ગુડી પડવો

પુરુષોત્તમ માસની પૌરાણિક કથા

પૌરાણિક માન્યતાઓ મુજબ, જ્યારે આ વધારાના મહિનાની રચના કરવામાં આવી ત્યારે કોઇ પણ દેવતાએ એનો સ્વામી બનવાની ઇચ્છા જાહેર ન કરવાથી અંતે ભગવાન વિષ્ણુ (Lord Vishnu)એ એનો સ્વીકાર કર્યો અને એને પુરુષોત્તમ માસ એવું નામ આપ્યું! આ જ કારણે આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે, આથી જ આ સમય દરમિયાન પૂજા-પાઠ, દાન, જપ અને તપ વગેરેનું વિશેષ મહાત્મ્ય છે.

હિન્દુ નવ વર્ષે શેનું દાન કરવું?

આ નવ વર્ષે સવારે બ્રાહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાન (Snan) કરવું શુભ માનવામાં આવે છે. ત્યાર બાદ, સ્વચ્છ કપડા પહેરીને ઘરના મંદિરમાં દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા કરવી જોઇએ. આરતી કરીને ભગવાનને પ્રસાદ ધરાવવો અને પરિવારની સુખ-સમૃદ્ધિની કામના કરવી. આ દિવસે જરુરિયાતમંદ લોકોને અનાજ, વસ્ત્ર અથવા તો ભોજન આદિ દાન (Daan) કરવું અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે.


આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!

આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!

આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!