Lifestyle News/ વિદેશીઓએ દિલ્હીને આપ્યો ‘ઝીરો’ સ્કોર! મુંબઈને ગણાવ્યું વિદેશી પ્રવાસીઓ માટે બેસ્ટ શહેર, જાણો સરખામણીનું કારણ

વિદેશી કપલ પ્રવાસીએ દિલ્હી સામે મુંબઈને મુસાફરી માટે 100 ગણું શ્રેષ્ઠ ગણાવી દિલ્હીને ઝીરો સ્કોર આપ્યો છે. જાણો સુરક્ષા, આઝાદી અને સંસ્કૃતિ મામલે બંને શહેરો વચ્ચે (Mumbai Vs Delhi)નો મુખ્ય તફાવત.

Trending Lifestyle
Mumbai Vs Delhi Foreigners compared

Lifestyle News : જ્યારે પણ ભારતના બે સૌથી મોટા અને પ્રભાવશાળી મેટ્રો શહેરો—મુંબઈ અને દિલ્હીની સરખામણી (Mumbai Vs Delhi)થાય છે, ત્યારે ખાણી-પીણી, લાઈફસ્ટાઈલ, સસ્કૃતિ અને ટ્રાફિકને લઈને મોટી ચર્ચા જાગતી હોય છે. પરંતુ તાજેતરમાં ટ્રેવલ વ્લોગર અને વિદેશી કપલે પ્રવાસી (Foreign Tourists)એ મુંબઈ તથા દિલ્હીના પોતાના પ્રવાસ (Mumbai Tourism)અનુભવોની કરેલી સરખામણીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. પ્રવાસી સુરક્ષા (Tourist Safety), આઝાદી અને સગવડના આધારે આ કપલે દિલ્હી સામે મુંબઈને 100 ગણું શ્રેષ્ઠ ગણાવીને દિલ્હીને ‘ઝીરો’ નો સ્કોર આપ્યો છે.

Mumbai Vs Delhi  : મુંબઈમાં વિદેશી કપલને કેમ અનુભવાઈ આઝાદી અને સુરક્ષા?

સ્ટીવ અને ઈવાનાના જણાવ્યા અનુસાર, મુંબઈમાં તેમને સૌથી વધુ ગમેલી બાબત એ હતી કે અસામાન્ય ભીડ હોવા છતાં પણ કોઈ તેમની વ્યક્તિગત સ્પેસમાં દખલગીરી કરતું નહોતું.મુંબઈના લોકો પોતાની ધમાલ અને કામમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમને કોઈ વિદેશી પ્રવાસી આવ્યો છે તેનાથી ફરક પડતો નથી. સ્ટીવે આ બાબતને પ્રવાસીઓ માટે મોટી ‘આઝાદી’ ગણાવી હતી.

MD

ભીડ, ઘોંઘાટ અને વાહનોના હોર્ન વચ્ચે પણ તેઓ સંપૂર્ણપણે આત્મવિશ્વાસ અને સુરક્ષા અનુભવી રહ્યા હતા. આ ઉપરાંત, તેમણે મુંબઈની જૂની બ્રિટિશ-ગૌથિક વાસ્તુકલા અને ઐતિહાસિક ઇમારતોના પણ ભરપૂર વખાણ કર્યા હતા.

 દિલ્હીમાં વિદેશી પ્રવાસીઓ કેમ અનુભવતા હતા અસ્વસ્થતા?

બીજી તરફ, આ વિદેશી કપલનો દિલ્હીનો અનુભવ થોડો મુશ્કેલ અને અકળાવનારો રહ્યો હતો. સ્ટીવના જણાવ્યા મુજબ, દિલ્હીમાં લોકો તેમને સતત ઘૂરી-ઘૂરીને જોઈ રહ્યા હતા, તેમની આસપાસ અચાનક ટોળું વળી જતું હતું અને લોકો બળજબરીથી વાતચીત કરવાનો પ્રયાસ કરતા હતા. દરેક જગ્યાએ સતત આકર્ષણનું કેન્દ્ર બની રહેવાના કારણે તેઓ દિલ્હીમાં પોતાની પ્રાઈવસી અને ફ્રીડમ જાળવી શક્યા નહોતા.

બંને શહેરોની સંસ્કૃતિ વચ્ચેનો મુખ્ય તફાવત

વાસ્તવમાં, મુંબઈ અને દિલ્હીની સામાજિક બનાવટ અને કલ્ચરમાં મોટો ફરક છે. દિલ્હીના લોકો સ્વભાવે વધુ ઉત્સાહી, મુક્ત અને ક્યારેક સીધી વાતચીત કરનારા હોય છે, જેના કારણે વિદેશીઓ અસહજ અનુભવે છે. જ્યારે મુંબઈની ‘ફાસ્ટ લાઈફ’ માં લોકો પોતાની લાઈફમાં મસ્ત રહે છે. વિદેશી ટુરિસ્ટ્સ માટે મુંબઈની આ વ્યસ્તતા શાંતિ અને સુરક્ષાનો અહેસાસ કરાવનારી સાબિત થઈ છે.


આ પણ વાંચો :ભારતીય રેલવેની અનોખી ટિકિટ સુવિધા; હવે 1 જ ટિકિટ પર કરી શકશો 8 અલગ-અલગ શહેરોની સફર, જાણો સંપૂર્ણ નિયમો

આ પણ વાંચો :ચોમાસામાં ભૂલથી પણ ના જતાં ભારતની આ 7 પ્રખ્યાત જગ્યાઓએ; લેન્ડસ્લાઇડ અને ફ્લેશ ફ્લડનો મોટો ખતરો

આ પણ વાંચો :દરિયા વચ્ચે ઇજનેરીનો ચમત્કાર; મનુષ્ય દ્વારા નિર્મિત અદ્ભુત કૃત્રિમ ટાપુઓ આપે છે કુદરતને પણ ટક્કર