રોકેટ જેવું ફાસ્ટ ચાલશે મગજ! યાદશક્તિ ક્યારેય નહીં થાય નબળી,અપનાવો WHOની આ સિક્રેટ ફોર્મ્યુલા
શું તમે પણ નાની-નાની વસ્તુઓ ભૂલી જાવ છો? મોબાઇલની ચાવી ક્યાં મૂકી,કોઇનું નામ યાદ ન આવવું કે પછી કામમાં ધ્યાન ન લાગવું.શું તમારી સાથે પણ આવું થાય છે? વધતી ઉંમર કે ખરાબ લાઇફસ્ટાઇલના કારણે મગજ થાકી જાય છે.પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) કહે છે કે કેટલીક સાદી આદતોથી મગજને આજીવન સુપર-એક્ટિવ રાખી શકાય છે.
રોજ આપો નવા ચેલેન્જ:
શરીરને મજબૂત કરવા જેમ આપણે કસરત કરીએ છીએ,તેમ મગજને પણ ‘વર્કઆઉટ’ની જરૂર હોય છે.રોજ નવી ભાષા અથવા કોઇ નવું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખો.સુડોકુ,પઝલ્સ રમો.ટીવી જોવાની જગ્યાએ સારા પુસ્તકો વાંચવાની આદત પાડો.
ખોરાક બદલો,બ્રેઇન પાવર વધારો:
તમે જે ખાઓ છો તેની સીધી અસર તમારા વિચારો અને યાદશક્તિ પર પડે છે. WHOના મતે મગજને હેલ્ધી રાખવા માટે ખોરાકમાં બદામ,અખરોટ અને પિસ્તા જેવા ડ્રાયફ્રૂડ્સ ઉમેરો,લીલા પાંદડાવારા શાકભાજી અને મોસમી ફળો વધુ ખાઓ,પેકેટવોળો ખોરાક(Processed Food) અને વધુ પડતી ખાંડ ખાવાનું સાવ ઓછું કરી દો.
7 કલાકની ઊંઘ એટલે મગજનું ‘રીચાર્જ’:
મોબાઇલની જેમ મગજને પણ રોજ રીચાર્જ થવું પડે છે.જ્યારે તમે ઘસઘસાટ ઊંઘો છો,ત્યારે મગજ આખા દિવસનો કચરો સાફ કરે છે અને જરૂરી યાદોને સ્ટર કરે છે.રોજ 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ લેવાથી અલ્ઝાઇમર (ભૂલવાની બીમારી) નું જોખમ ઘણું ઘટી જાય છે.
રોજ માત્ર 20 થી 30 મિનિટ ઝડપથી ચાલો,રનિંગ કરો,સાઇકલ ચલાવો અથવા યોગાસન કરો.કસરત કરવાથી મગજમાં ઓક્સિજન અને લોહીનું પરિભ્રમણ વધે છે,જેથી તમારી અથવા યોગાસન કરો.કસરત કરવાથી મગજમાં ઓક્સિજન અને લોહીનું પરિભ્રમણ વધે છે,જેથી તમારી એકાગ્રતા (Focus) અદ્ભુત થઇ જશે.
મિત્રોને મળો અને ટેન્શનને કહો ટોટો-બાય બાય:
એકલતા અને સતત ચિંતા (Stress) મગજના કોષોને નબળા પાડે છે.વીકએન્ડ પર મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો,મન મૂકીને હસો.ઓફિસ કે ઘરના તણાવથી બચવા મેડિટેશન (ધ્યાન) નો સહારો લો.ખુશ રહેવું એ મગજ માટે સૌથી મોટું ટોનિક છે.
આ ખરાબ આદતો પર લગાવો બ્રેક:
જો તમે ધૂમ્રપાન (Smoking) કરો છો કે આલ્કોહોલનું સેવન કરો છો,તો સાવધાન થઇ જાવ.આ આદતો મગજની નસોને સંકોચી નાખે છે અને બ્રેઇન સ્ટ્રોકનું જોખમ વધારે છે.શાર્પ માઇન્ડ જોઇતું હોય તો આ વ્યસનોથી આજે જ દૂરી બનાવી લો.
આ પણ વાંચો:કફ સિરપ કેસમાં WHO કરશે હસ્તક્ષેપ! ભારતીય અધિકારીઓ પાસે માંગી સ્પષ્ટતા
આ પણ વાંચો:દિવસમાં 10 ટકાથી ઓછી ખાંડ ખાવી! WHOનો મત તમારા માટે કેટલો ઉપયોગી?
