Lifestyle News/ ભારતીય રેલવેની અનોખી ટિકિટ સુવિધા; હવે 1 જ ટિકિટ પર કરી શકશો 8 અલગ-અલગ શહેરોની સફર, જાણો સંપૂર્ણ નિયમો

ભારતીય રેલવેની સર્ક્યુલર જર્ની ટિકિટ (railway ticket) દ્વારા તમે એક જ ટિકિટ પર 8 અલગ-અલગ સ્થળોએ રોકાઈને મુસાફરી કરી શકો છો. જાણો આ અનોખી ટિકિટના નિયમો, ફાયદા અને બુકિંગ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા.

Trending Lifestyle
Learn about this unique railway ticket.

Travel News : જો તમે પણ ટ્રેન દ્વારા લાંબી મુસાફરી કરવાના કે દેશના અલગ-અલગ શહેરોમાં ફરવાના શોખીન છો, તો ભારતીય રેલવેની (railway ticket)  આ વિશેષ સુવિધા તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે દરેક શહેર કે સ્ટેશન માટે અલગ-અલગ ટિકિટ બુક કરાવવી પડે  છે, જેનાથી સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે. પરંતુ રેલવેની ‘સર્ક્યુલર જર્ની ટિકિટ’ (Circular Journey Ticket) દ્વારા તમે એક જ ટિકિટ પર નક્કી કરેલા રૂટ પર 8 જગ્યાએ રોકાઈને ફરી તે જ સ્ટેશને પરત આવી શકો છો.

આ સુવિધા ખાસ કરીને તીર્થયાત્રા કરનારાઓ અને પ્રવાસીઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં મુસાફરી જે સ્ટેશનથી શરૂ થાય છે, સમગ્ર રૂટ પૂરો કરીને અંતે તે જ સ્ટેશને પૂર્ણ થાય છે. ટૂંકમાં, આખી યાત્રા એક ગોળ ચક્ર (Circular disc) સમાન બને છે.

TREN

railway ticket : સર્ક્યુલર જર્ની ટિકિટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

ઉદાહરણ તરીકે, જો તમે દિલ્હીથી તમારી મુસાફરી શરૂ કરો છો, તો તમે રસ્તામાં જયપુર, અમદાવાદ, મુંબઈ, પુણે અને હૈદરાબાદ જેવા વિવિધ શહેરોમાં રોકાઈને, ત્યાંથી ફરી આગળની ટ્રેન પકડીને અંતે પાછા દિલ્હી આવી શકો છો. આ સમગ્ર પ્રવાસ માટે તમારે દરેક સ્ટેશનેથી નવી ટિકિટ લેવાની કોઈ જરૂર નથી, પરંતુ એક જ સર્ક્યુલર જર્ની ટિકિટથી આખી ટ્રીપ કવર થઈ જાય છે.આ ટિકિટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમને રૂટમાં આવતા 1, 2 નહીં પરંતુ આઠ 8 અલગ-અલગ સ્થળો પર રોકાવાની (Break Journey) છૂટ આપે છે.

સર્ક્યુલર જર્ની ટિકિટ બુક કરાવવાની સરળ પ્રક્રિયા

સર્ક્યુલર જર્ની ટિકિટ સામાન્ય ટિકિટની જેમ સીધી બુક થતી નથી, પરંતુ તેના માટે અગાઉથી આયોજન કરવું પડે છે.સૌથી પહેલા તમારે નક્કી કરવું પડશે કે મુસાફરી ક્યાંથી શરૂ કરવી છે, વચ્ચે કયા-કયા શહેરોમાં રોકાવું છે અને ક્યાંથી પરત ફરવું છે.તમારો રૂટ નક્કી થયા બાદ સંબંધિત સ્ટેશન અથવા રેલવે ડિવિઝનના ચીફ બુકિંગ સુપરવાઈઝર કે કમર્શિયલ ઑફિસરનો સંપર્ક કરવાનો રહે છે.રેલવે અધિકારીઓ તમારી આખી મુસાફરીના કિલોમીટર અને રૂટના આધારે કુલ ભાડાનું સત્તાવાર રસીદ/ફોર્મ તૈયાર કરી આપશે.આ ફોર્મ કે રસીદના આધારે તમે કોઈપણ મુખ્ય ટિકિટ બુકિંગ વિન્ડો (PRS Counter) પરથી તમારી સર્ક્યુલર જર્ની ટિકિટ મેળવી શકો છો.

સ્ટેન્ડર્ડ અને કસ્ટમ સર્ક્યુલર જર્ની ટિકિટ

ભારતીય રેલવે કેટલાક પ્રખ્યાત પ્રવાસન અને ધાર્મિક સ્થળો માટે ‘સ્ટેન્ડર્ડ સર્ક્યુલર જર્ની ટિકિટ’ પણ પૂરી પાડે છે, જેના રૂટ પહેલાથી જ નક્કી કરેલા હોય છે. જો તમે તમારી ઈચ્છા મુજબનો નવો કે અલગ રૂટ બનાવવા માગતા હોવ, તો રેલવેને તમારી યાત્રાનો પ્લાન આપીને કસ્ટમાઈઝ્ડ (તમારી જરૂરિયાત મુજબની) સર્ક્યુલર ટિકિટ પણ તૈયાર કરાવી શકો છો.


આ પણ વાંચો :ચાલુ ટ્રેનમાંથી મોબાઇલ ઝૂંટવાયો અને મુસાફર નીચે પટકાયા! પાનોલીમાં 32 વર્ષીય યુવકનું મોત

આ પણ વાંચો :રાજકોટમાં ચાલતી ટ્રેન સામે પ્રેમિકાને ધક્કો મારી હત્યા કરનાર 25 વર્ષીય પ્રેમી યુવકની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો :ટ્રેનના AC કોચમાં શા માટે આપવામાં આવે છે 2 સફેદ ચાદર? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક અને હાઇજીન કારણ!