World News/ નેતન્યાહૂનો નિર્ણય, ‘હું PM છું ત્યાં સુધી ફિલિસ્તીની રાજ્ય નહીં બને’; ટ્રમ્પના 15 મુદ્દાના પ્લાનને ઝટકો

ઇઝરાયેલ-ગાઝા યુદ્ધ વચ્ચે નેતન્યાહૂએ પેલેસ્ટિનિયન રાજ્ય અંગે કડક વલણ અપનાવ્યું. ટ્રમ્પના 15 મુદ્દાના ગાઝા શાંતિ પ્લાન વચ્ચે ઇઝરાયેલ અને હમાસની શરતોએ નવી મુશ્કેલી ઊભી કરી.

World international Breaking News
Gaza

World News: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ Gaza યુદ્ધનો અંત લાવવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોને મોટો ઝટકો આપ્યો છે. નેતન્યાહૂએ સ્પષ્ટ વલણ અપનાવતા કહ્યું છે કે તેઓ વડાપ્રધાન રહેશે ત્યાં સુધી ગાઝા અથવા વેસ્ટ બેન્કમાં ફિલિસ્તીની રાજ્યની સ્થાપના કરવામાં આવશે નહીં. સાથે જ હમાસ સંપૂર્ણપણે નિઃશસ્ત્ર ન થાય ત્યાં સુધી ગાઝામાંથી ઇઝરાયેલી સેનાને પાછી ખેંચવાનો પણ તેમણે ઇનકાર કર્યો છે. આ નિવેદનથી ટ્રમ્પની શાંતિ યોજનાને લઈને બંને નેતાઓ વચ્ચેના મતભેદ વધુ સ્પષ્ટ થયા છે.

ઇઝરાયેલ-Gaza યુદ્ધ વચ્ચે ટ્રમ્પના શાંતિ પ્લાનને નેતન્યાહૂએ ફગાવ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે 15 મુદ્દાની શાંતિ યોજના રજૂ કરી છે. આ યોજનામાં યુદ્ધવિરામ, હમાસના હથિયારો પર નિયંત્રણ, ઇઝરાયેલી સેનાની તબક્કાવાર વાપસી અને ગાઝાનું વહીવટ ફિલિસ્તીની ટેક્નોક્રેટિક સંસ્થાને સોંપવા જેવા પ્રસ્તાવોનો સમાવેશ થાય છે. જોકે, નેતન્યાહૂના તાજેતરના નિવેદન બાદ આ યોજનાને લઈને ઇઝરાયેલ (Israel)અને અમેરિકા (America)વચ્ચેના મતભેદ સામે આવ્યા છે. નેતન્યાહૂના જણાવ્યા અનુસાર હમાસ સંપૂર્ણપણે નિઃશસ્ત્ર ન થાય ત્યાં સુધી ઇઝરાયેલ ગાઝામાંથી પોતાની સેનાને પાછી ખેંચશે નહીં.

હમાસે પણ શાંતિ યોજના સામે મૂકી શરતો

ટ્રમ્પની યોજના સામે હમાસે પણ પોતાની શરતો રજૂ કરી છે. હમાસ (Hamas)ના વરિષ્ઠ નેતા ગાઝી હમાદે જણાવ્યું છે કે સંગઠન મુશ્કેલ સમજૂતી માટે વિચાર કરી શકે છે, પરંતુ તે પહેલાં ઇઝરાયેલે હુમલા રોકવા, પોતાની સેનાને અગાઉની સ્થિતિમાં પાછી ખેંચવા અને ગાઝામાં માનવતાવાદી સહાય વધારવા માટે પ્રતિબદ્ધતા દર્શાવવી પડશે. હમાસના મતે આ બાબતો પર અમલ થયા બાદ જ ગાઝાના વહીવટ માટે પ્રસ્તાવિત નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝાને હથિયારો સોંપવા અંગે વિચારણા થઈ શકે છે. આથી બંને પક્ષોની શરતો વચ્ચે સમજૂતી કરાવવી ટ્રમ્પ માટે મોટો પડકાર બની શકે છે.

8 દેશોએ ઇઝરાયેલને આપી ચેતવણી

દરમિયાન સંયુક્ત આરબ અમીરાત, કતાર, જોર્ડન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત સહિત 8 દેશોએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. આ દેશોએ ગાઝામાં ચાલી રહેલી ઇઝરાયેલી સૈન્ય કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ દેશોએ ચેતવણી આપી છે કે સતત સૈન્ય કાર્યવાહી ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાના આગામી તબક્કાને અસર કરી શકે છે. યુદ્ધવિરામ માટેની રાજદ્વારી પ્રક્રિયા આગળ વધારવા માટે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સમજૂતી જરૂરી હોવાનું આ દેશોએ જણાવ્યું છે.

ટ્રમ્પના પ્લાન સામે સૌથી મોટો પડકાર

ટ્રમ્પની 15 મુદ્દાની યોજનાનો હેતુ ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવી શાંતિની પ્રક્રિયા આગળ વધારવાનો છે. જોકે, ઇઝરાયેલની સુરક્ષા અને હમાસના નિઃશસ્ત્રીકરણને લઈને નેતન્યાહૂનું કડક વલણ તથા હમાસ દ્વારા મૂકવામાં આવેલી શરતોને કારણે યોજનાનો અમલ મુશ્કેલ બની શકે છે. એક તરફ ઇઝરાયેલ ગાઝામાંથી સેનાની સંપૂર્ણ વાપસી પહેલાં હમાસને નિઃશસ્ત્ર કરવા માગે છે, જ્યારે બીજી તરફ હમાસ ઇઝરાયેલી હુમલા રોકવાની અને સેનાની વાપસીની માંગ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં બંને પક્ષોને એક જ મંચ પર લાવી સમજૂતી કરાવવી ટ્રમ્પ માટે સૌથી મોટો પડકાર બની શકે છે.


આ પણ વાંચો:ઇઝરાયેલમાં અમેરિકા-ઇરાન શાંતિકરાર અંગે મતભેદ, સુરક્ષા મંત્રી બેન-ગ્વિરે વિરોધ કર્યો
આ પણ વાંચો:ઇરાનની ધમકી બાદ ટ્રમ્પ એક્શનમાં, ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે નવા યુદ્ધવિરામની જાહેરાત
આ પણ વાંચો:ચારેય તરફ વિનાશ! જિદ્દી ઈરાન સામે અમેરિકા-ઇઝરાયેલનો હુમલો છતાં… ‘ટાઈગર હજુ જીવંત છે!’