અમેરિકામાં કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ન તો અટકી રહી છે અને ન ઓછી થઈ રહી છે. 24 કલાકમાં કોરોનાથી મૃત્યુઆંક ફરી એકવાર 1 હજારને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં, અમેરિકામાં કોરોનાને કારણે 1,754 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે વિશ્વની મહાશક્તિ તરીકે ઓળખાતા અમેરિકામાં કોરોના વાયરસથી 84,000 થી વધુ લોકોનાં મોત થયાં છે.
જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 1,754 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે. વળી, આ વાયરસથી વિશ્વભરમાં 3 લાખથી વધુ લોકો માર્યા ગયા છે. વળી, 44 લાખથી વધુ લોકો કોરોનાથી સંવેદનશીલ છે. કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસનો ફેલાવો સૌથી વધુ છે. અહી 84 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 13 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત છે. આવી સ્થિતિમાં, અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધુ ઝડપથી વધી શકે છે.
US records 1,754 #coronavirus deaths in 24 hours: Johns Hopkins (AFP news agency)
— ANI (@ANI) May 15, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
