બ્રિટનની ટેમ્સાઇડ જનરલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક વરિષ્ઠ 44 વર્ષના પાકિસ્તાની ડૉક્ટર સુહેલ અંજુમે એક બેબાન દર્દીનો ઓપરેશન અધવચ્ચે છોડી દીધો હતો અને તે બાજુના રૂમમાં એક નર્સ સાથે વાંધાજનક સ્થિતિમાં મળી આવ્યો હતો. સર્જરી દરમિયાન, તેણે તેના સાથીદારોને કહ્યું કે તે બાથરૂમ જઈ રહ્યો છે. પરંતુ જ્યારે બાજુના થિયેટરમાં એક નર્સ ઓપરેશન સંબંધિત સાધનો લેવા પહોંચી, ત્યારે તેણે જોયું કે ડૉ. અંજુમ બીજી નર્સ સાથે વાંધાજનક સ્થિતિમાં હતા. નર્સ ચોંકી ગઈ અને પાછી, તેણે હોસ્પિટલ વહીવટીતંત્રને આ બાબતની જાણ કરી. ત્યારબાદ ડૉક્ટર અંજુમની પૂછપરછ કરવામાં આવી.
ડોક્ટરે પોતાની ભૂલ સ્વીકારી
પૂછપરછ દરમિયાન ડૉ. સુહેલ અંજુમે કબૂલાત કરી હતી કે તેણે દર્દીને સર્જરી દરમિયાન વચ્ચે છોડી દીધો હતો અને નર્સ સાથે સેક્સ કર્યું હતું. અંજુમે આગળ કહ્યુ છે કે મારી પત્ની સાથે અણબનાવના કારણે અને મારી સૌથી નાની દીકરીનો જન્મ સમય પહેલા થયો હતો, જેનાથી મારી પત્નીને ખૂબ જ આઘાત લાગ્યો અને મારે ઘણી બધી કૌટુંબિક જવાબદારીઓ ઉપાડવી પડી હતી જેના લીધે હું ઘણો ટેન્શનમાં રહું છું અને મારીથી આ ભૂલ થઇ ગઇ.
પેનલથી માંગી માફી
ડોક્ટરે માફી માગતા કહ્યું કે આ એક અસામાન્ય ઘટના હતી. આ મારા માટે કેટલું શરમજનક છે તે હું વર્ણવી શકતો નથી. હું ખરેખર શરમ અનુભવું છું અને મારા વર્તનની ગંભીરતાને સંપૂર્ણપણે સમજું છું. હું પેનલને ખાતરી આપવા માંગુ છું કે આવું ફરી નહીં થાય, પરંતુ તેનાથી અપરાધ અને શરમ દૂર થશે નહીં.
આ ઘટના પછી, તેમણે હોસ્પિટલ છોડી દીધી અને પાકિસ્તાન પાછા ફર્યા. ડૉ. સુહેલ અંજુમ હજુ પણ પાકિસ્તાનમાં છે.
______________________________________________________________________________________________________
આ પણ વાંચો: તમારા દેશ પાછા જાઓ…’ શીખ મહિલા પર બ્રિટનમાં બે હેવાનોનું દુષ્કર્મ, સાંસદ ભડક્યા
આ પણ વાંચો: ઇન્ટરવ્યૂ વગર વિઝા નહીં મળે! આજથી અમેરિકામાં નવા નિયમો લાગુ થશે, વિદ્યાર્થીઓ અને કામદારો માટે મહત્વની સૂચના
આ પણ વાંચો: ઇન્ટિગ્રિટી ફી તરીકે યુએસ વિઝા માટે $250 ચૂકવવા પડશે, કુલ રકમ રૂ. 40 હજાર હશે
