World News/ પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 28 બાળકોના મોત, 25થી વધુ ઘાયલ

પાકિસ્તાન (Pakistan)ના પેશાવરમાં શાળાની છત ધરાશાયી થવાથી 28 બાળકો અને એક શિક્ષિકાનુ મોત થયુ છે. રાહત અને બચાવ કાર્ય માટે સેનાને બોલાવવામાં આવી છે.

Top Stories World
Pakistan ના પેશાવરમાં મોટી દુર્ઘટના

World News:પાકિસ્તાન (Pakistan)ના પેશાવરમાં એક અત્યંત દુ:ખદ અને ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં શાળાની જૂની ઇમારતની છત ધરાશાયી થતાં 28 માસૂમ બાળકોના મોત થયા છે અને 25 થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે.

પેશાવરમાં શાળાની છત ધરાશાયી થવાની ઘટનાPakistan 

પેશાવર (Peshawar)ની દીર કોલોનીમાં આવેલી ત્રણ માળની શાળાની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જે માટી અને લાકડાની બનેલી અત્યંત જૂની હોવાનું સામે આવ્યું છે.આ દુર્ઘટનામાં 13 વર્ષથી ઓછી વયના 28 વિદ્યાર્થીઓ અને એક શિક્ષિકાએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 25 થી વધુ બાળકો ઘાયલ થયા છે. ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલ (Lady Reading Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે.

SCHOOL

બચાવ કામગીરી અને ધરપકડ

સ્થાનિક વહીવટીતંત્રે (local administration)તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે સેનાને બોલાવી હતી. પોલીસે શાળાના સંચાલકની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર ઘટનાની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે.


આ પણ વાંચો:પાકિસ્તાનના પેશાવરમાં બોમ્બ બ્લાસ્ટમાં 2ના મોત, 1 ઘાયલ

આ પણ વાંચો:પાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી હુમલો થતા 2 લોકોના મોત,7થી વધુ ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:પાકિસ્તાનના પેશાવરમાં શીખ દુકાનદારની ગોળી મારીને કરવામાં આવી હત્યા