World News/ ઇરાનની ધમકી બાદ ટ્રમ્પ એક્શનમાં, ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે નવા યુદ્ધવિરામની જાહેરાત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે નવા યુદ્ધવિરામની (Ceasefire) સત્તાવાર જાહેરાત કરી છે. ઇરાનની આર્થિક નાકાબંધીની ધમકી અને બેરૂત પર રોકાયેલા હુમલા પર વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
hezbollah-accepts-us-ceasefire-proposal

Trump Declares New Lebanon Truce: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ-Ceasefire) માં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે એક બહુ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ એકબીજા પરના હુમલા રોકવા માટે સહમત થઈ ગયા છે. ઇરાન દ્વારા હોર્મુઝ અને બાબ અલ-મંદેબ સ્ટ્રેટ બંધ કરવાની તથા શાંતિ વાટાઘાટોમાંથી પાછળ હટવાની સત્તાવાર ધમકી આપ્યા બાદ આ નવો યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે.

કોઈપણ સૈનિક બેરૂત નહીં જાય: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે લાંબી ટેલિફોનિક વાતચીત કર્યા બાદ આ ઐતિહાસિક સમજૂતીની જાહેરાત કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, “ઇઝરાયેલ આ વાત પર સહમત થયું છે કે તેમનું કોઈ પણ સૈન્ય બેરૂત (લેબનોનની રાજધાની) ની અંદર જશે નહીં અને જે સૈનિકો રસ્તામાં હતા તેમને પણ તાત્કાલિક અસરથી પાછા બોલાવી લેવાયા છે.” બદલામાં હિઝબુલ્લાહના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓએ પણ ખાતરી આપી છે કે તેમની તરફથી પણ ગોળીબાર સંપૂર્ણપણે બંધ(Ceasefire) કરી દેવામાં આવશે.

hezbollah-accepts-us-ceasefire-proposal

અમેરિકા અને ઇરાન વચ્ચે વાટાઘાટો ચાલુ(Ceasefire)

ઇરાની મીડિયા દ્વારા અમેરિકા સાથેના મેસેજની આપ-લે રોકી દેવાના દાવાઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા મોટો ખુલાસો કર્યો છે. ટ્રમ્પે લખ્યું કે, “ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન સાથે યુદ્ધવિરામને(Ceasefire) આગળ વધારવા અને તણાવ ઓછો કરવા માટેની વાટાઘાટો ખૂબ જ ઝડપથી ચાલી રહી છે.”

બીજી તરફ, ઇરાનની સંસદના સ્પીકર મહોમ્મદ બાકર ગાલિબાફે લેબનાની સ્પીકર નબીહ બેરી સાથે વાતચીત કર્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કડક શબ્દોમાં ધમકી આપી હતી કે, જો ઇઝરાયેલના ગુનાઓ ચાલુ રહેશે તો ઇરાન માત્ર વાતચીત જ બંધ નહીં કરે, પરંતુ ઇઝરાયેલ અને અમેરિકા સામે મજબૂતીથી મેદાનમાં પણ ઉતરશે.

બાબ અલ-મંદેબ સ્ટ્રેટ હતું ઇરાનનું આગામી નિશાન

ઇરાનની ન્યૂઝ એજન્સી તસ્નીમના અહેવાલ મુજબ, જો ઇઝરાયેલ હુમલા ન રોકત તો ઇરાન અને તેનું ‘રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (યમન, લેબનોન અને ઇરાકના શિયા સંગઠનો) ઇઝરાયેલ અને તેના સમર્થકોને સજા કરવા માટે હોર્મુઝ સ્ટ્રેટની સાથે સ્વેઝ કેનાલ તરફ જતા દરિયાઈ ટ્રાફિકને નિયંત્રિત કરતા અત્યંત મહત્વપૂર્ણ બાબ અલ-મંદેબ સ્ટ્રેટ (Bab al-Mandab Strait) ને બ્લોક કરીને નવો મોરચો ખોલવાની તૈયારીમાં હતું.

ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ રવિવારે જ સ્પષ્ટ કર્યું હતું કે, જો અમેરિકા અને ઇઝરાયેલ કોઈ પણ એક મોરચે પણ સીઝફાયરનું (Ceasefire) ઉલ્લંઘન કરશે તો તેના ગંભીર પરિણામો માટે તેઓ પોતે જ જવાબદાર રહેશે. જો કે, ટ્રમ્પની આ નવી મધ્યસ્થતા બાદ હાલ પૂરતું મોટું વૈશ્વિક સંકટ ટળ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે.


આ પણ વાંચો : ફિલિસ્તીની કેદીઓ સાથે જેલમાં અત્યાચારના અહેવાલથી ભડક્યું ઇઝરાયલ, યુએન સાથે સંબંધો તોડ્યા!

આ પણ વાંચો : નદીઓ અને જંગલો વચ્ચે AI અને ડ્રોનથી થશે દેશની રક્ષા, જાણો શું છે બાંગ્લાદેશ બોર્ડરનો સ્માર્ટ પ્લાન

આ પણ વાંચો : રસોડામાં દેખાતા વંદા ચીનમાં રાતોરાત અબજોની કમાણી કેમ કરાવી રહ્યા છે? કારણ જાણીને ચોંકી જશો!