Banaskantha News/ બનાસકાંઠા જીલ્લાના વિભાજનના વિરોધને લઈ કલેકટરે કર્યો મહત્વનો નિર્ણય

બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવાના રાજ્ય સરકારના નિર્ણયને કારણે કેટલીક જગ્યાએ અસંતોષ જોવા મળ્યો હતો.

Top Stories Gujarat Breaking News

Banaskantha News:  બનાસકાંઠા (Banaskantha) જીલ્લાના વિભાજનના વિરોધને લઈ જીલ્લા કલેકટરે (District Collector) મહત્વનો નિર્ણય કર્યો છે. ધાનેરા, કાંકરેજ દિયોદર, ભાભરમાં રેલીઓ યોજવાના અનુસંધાને કલેક્ટરે નાગરિકોને રજૂઆત કે ફરિયાદ કરવા 2 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. કોઈ પણ નાગરિક પ્રાંત અધિકારીને અરજી કરી રજૂઆત કે ફરિયાદ કરી શકશે.

ગુજરાત સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2025 ના રોજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વિભાજીત કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો હતો. સરકારની આ જાહેરાત પછી, ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા હતા. સરકારની આ જાહેરાત બાદ કાંકરેજ, ધાનેરા અને દિયોદરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે સરકાર બનાસકાંઠા જિલ્લાના વિભાજન પર પુનર્વિચાર કર્યો છે.

બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવાના રાજ્ય સરકારના નિર્ણયને કારણે કેટલીક જગ્યાએ અસંતોષ જોવા મળ્યો હતો. જેને લઈને બનાસકાંઠા જીલ્લામાં વિભાજનના વિરોધને લઈ જીલ્લા કલેકટરે મહત્વનો નિર્ણય કર્યો છે. જીલ્લા કલેક્ટરે નાગરિકોને  2 ફેબ્રુઆરી સુધી પ્રાંત અધિકારીને અરજી કરી ફરિયાદ કે રજૂઆત કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત

આ પણ વાંચો:બનાસકાંઠા વિભાજન: લોકોની સુવિધા વધે અને વધુ લાભ માટે સહકારી સંસ્થાઓના વિભાજનની માંગ

આ પણ વાંચો:બનાસકાંઠામાં છાપી ગ્રામપંચાયતના સંરપંચના પતિ સહિત બે જણાં લાંચ લેતા ઝડપાયા