Not Set/ વધતા જતા સંક્રમણને લઈને મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું

ગુજરાતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે .સંક્રમણ વધતા સરકાર દ્વારા રાત્રી કર્ફ્યું અંગે ના નિર્ણયો લેવામાં આવ્યા છે .ત્યારે  ગાંધીનગરનું  મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે  30 એપ્રિલ સુધી બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા મહુડી મંદિર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.મહુડી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે, જેને કારણે […]

Gujarat Others

ગુજરાતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે .સંક્રમણ વધતા સરકાર દ્વારા રાત્રી કર્ફ્યું અંગે ના નિર્ણયો લેવામાં આવ્યા છે .ત્યારે  ગાંધીનગરનું  મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે  30 એપ્રિલ સુધી બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા મહુડી મંદિર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.મહુડી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે, જેને કારણે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે સાવચેતીના ભાગ રૂપે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય  છે કે વધતી જતા સંક્રમણને લઈને  મંદિરની  ધર્મશાળા તેમજ ભોજનશાળા પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.રાજ્યના મોટાભાગના મંદિરો કોરોનાની વકરતી જતી પરિસ્થતિને ધ્યાનમાં લઈને બંધ કરવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…