કોરોના કાળ વચ્ચે ગુજરાત રાજ્યમાં મોરવા હડફની વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. આગામી ૧૭ એપ્રિલના રોજ મોરવા હડફ માટે પેટા ચૂંટણી યોજાશે. આજે ચૂંટણી પ્રચાર માટે અંતિમ દિવસ હતો. આજે સાંજથી અ બેઠક માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે.
ચૂંટણી પડઘમ શાંત બનતા હવે રાજકીય પાર્ટીઓ ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો શરૂ કરશે. પેટાચૂંટણીનું મતદાન 17 એપ્રિલના રોજ યોજાશે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં પણ ભાજપે કોરોના નિયમોને બાજુમાં મૂકી જીવના જોખમે બાઈક રેલી યોજી હતી. અને મોટી સંખ્યામાં કાર્યકર્તા આ બાઈક રેલીમાં જોડાયા હતા. અને કોરોના નિયમોનો ભંગ કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પણ રાજકિય પક્ષો અટકવાનું નામ નથી લઈ રહ્યા અને મોરવા હડફમાં કોરોનાનો ડર ભૂલી અને ભાજપ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. કેન્દ અને રાજ્ય સરકારની ગાઈડ લાઈનની ભાજપ દ્વારા જ ઐસી તૈસી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના કેસમાં મસ મોટો વધારો જોવા મળી રહ્યો છે. ટેસ્ટીંગ થી માંડી સ્મશાન સુધી કોરોના દર્દીઓએ રાહ જોવી પડી રહી છે. ત્યારે સરકાર દ્વારા પણ કોરોનાની ચેન તોડવા માટે રાત્રી કર્ફ્યૂનો અમલમાં મુક્યો છે. સ્થાનિક લેવલે ઘણા નાના શહેરોમાં અને ગામડાઓમાં સ્વયંભુ લોક ડાઉન આપવામાં આવ્યું છે. ત્યારે ભાજપના નેતાઓ સરેઆમ નિયમોનો ભંગ કરી રહ્યા છે. અને પોતાની સાથે હજારો લોકોનાજીવ ને પણ જોખમમાં મૂકી રહ્યા છે.
