Bharuch News: અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી મોબાઇલ ઝૂંટવવાની (Mobile Snatching Train) ઘટનામાં એક મુસાફરનું દુઃખદ મોત થયું છે. મૂળ રાજસ્થાનના અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 32 વર્ષીય અશોક ગુર્જર જયપુર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
Mobile Snatching Train: ચાલુ ટ્રેનમાંથી મોબાઇલ ઝૂંટવાયો
ગત 6 ઓગસ્ટે અશોક ગુર્જર ટ્રેન નંબર 12980ના જનરલ કોચમાં દરવાજા નજીક બેઠા હતા. ટ્રેન પાનોલી રેલવે સ્ટેશન (Panoli Railway Station) પરથી પસાર થઈ રહી હતી ત્યારે પ્લેટફોર્મ પર બાકડા પર સૂતેલો એક શખસ અચાનક ઊભો થયો હતો અને દોડીને ચાલુ ટ્રેનમાંથી અશોકનો મોબાઇલ ઝૂંટવી લીધો હતો.
અચાનક આંચકાથી મુસાફર નીચે પટકાયા

મોબાઇલ ઝૂંટવાતા અશોકને અચાનક આંચકો લાગ્યો હતો અને તેઓ ટ્રેનમાંથી નીચે પટકાયા હતા. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અશોકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત (Passenger Death Train) નીપજ્યું હતું.
CCTVમાં સમગ્ર ઘટના કેદ
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમાં એક શખસ ચાલુ ટ્રેનમાંથી મોબાઇલ ઝૂંટવ્યા બાદ પોતાનું મોં ઢાંકીને ત્યાંથી દૂર જતો જોવા મળે છે. થોડા સમય બાદ તે પોતાના એક સાથીદાર સાથે ફરી ઘટનાસ્થળે આવ્યો હોવાનું પણ ફૂટેજમાં દેખાય છે.
રેલવે પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ રેલવે પોલીસના PSI એસ. કે. રાણાના જણાવ્યા મુજબ, CCTVના આધારે બે શંકાસ્પદોની ઓળખ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે. રેલવે ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે. પાનોલી, અંકલેશ્વર અને ભરૂચ રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
મુસાફરોની સુરક્ષા સામે સવાલ
ચાલુ ટ્રેનમાં મુસાફરનો મોબાઇલ ઝૂંટવવાની આ ઘટનાએ રેલવે સ્ટેશન અને ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા (Railway Safety Gujarat) અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આરોપીઓને ઝડપી પાડવા માટે રેલવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ‘બુક કાઢવામાં મોડું થયું’ અને શિક્ષકે માર માર્યો! વિદ્યાર્થીને સારવાર માટે રાજકોટ લઈ જવાયો
આ પણ વાંચો: મહેસાણામાં કારનો કાચ તોડી ₹50 હજારની ચોરી, બે પૂર્વ ડ્રાઈવર સામે ફરિયાદ
આ પણ વાંચો: રાજકોટમાં ₹2.37 કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો: 23.64 ટન બ્રાસ સ્ક્રેપ બારોબાર સગેવગે થાય તે પહેલાં 3 ઝડપાયા
