Gujarat Weather/ ગુજરાતમાં ડબલ સીઝનનો અનુભવ,નલિયામાં 11.2°C સાથે સૌથી ઓછી ઠંડી નોંધાઈ

ગુજરાતનાં હવામાન (Gujarat Weather) મોટેભાગે સૂકું રહેશે. સવારે ઠંડી અને બપોરે ગરમીની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે.

Top Stories Gujarat Breaking News
Gujarat Weather

Gujarat Weather:ગુજરાતમાં હવામાન (Gujarat Weather) દિવસે દિવસે બદલાઈ રહ્યું છે. એક જ દિવસમાં સવારે ઠંડીનો અહેસાસ કરાવતી ઠંડી હવા અને બપોરે તીવ્ર ગરમી,આ ‘બેવડી ઋતુ’ (double season)ની સ્થિતિ હાલ રાજ્યભરમાં જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વીય પવનોના કારણે સવારે અને સાંજે હળવી ઠંડી પડે છે, જ્યારે બપોરે પવનની દિશા બદલાતાં તાપમાનમાં ઝડપી વધારો થાય છે.

હવામાન વિભાગ (IMD)ના તાજા આંકડા અનુસાર, ગુજરાતનાં હવામાનમાં (Gujarat Weather) કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આના કારણે સવારના સમયે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે. અન્ય વિસ્તારોમાં પણ સવારે અને સાંજે હળવી ઠંડી જ્યારે બપોરે 32થી 34 ડિગ્રી સુધીની ગરમી અનુભવાઈ છે.

રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનની સ્થિતિ

શહેર

લઘુત્તમ તાપમાન (°C)

શહેર

લઘુત્તમ તાપમાન (°C)

નલિયા 11.2 વડોદરા 16.4
ડીસા 15.0 મુન્દ્રા 16.4
ગાંધીનગર 15.5 અમરેલી 17.0
મહુવા 15.6 રાજકોટ 17.2
અમદાવાદ 16.2 ભાવનગર 17.9
સુરેન્દ્રનગર / કંડલા 16.0 સુરત 18.1

હવામાન (Gujarat Weather) બદલાતા લોકો પરેશાન

હવામાન વિભાગની (Gujarat Weather) આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. રાજ્યમાં મોટેભાગે સૂકું વાતાવરણ રહેશે. સવારે ઠંડી અને બપોરે ગરમીની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે. ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે, પરંતુ વરસાદની કોઈ આગાહી નથી.


આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ

આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી