Not Set/ વહુના ત્રાસથી સાસુએ આત્મહત્યા કરતા ચકચાર

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પહેલો એવો કિસ્સો જેમાં વહુના ત્રાસ થી સાસુએ આત્મ હત્યા કરી

Gujarat Others

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે વહુના ત્રાસથી સાસુ ધનીબેન એ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે શહેરા પોલીસ મથકે વહુ સામે ફરીયાદ દાખલ કરીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જો કે સાસુના ઘરવાળાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છોકરાની વહુએ અમારી છોકરીને મારી નાંખી છે આ આક્ષેપના આધારે શહેરા પોલીસે તપાસ ધમધમાટ શરૂ કર્યો છે.

પાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના લાભી ગામે રહેતા કાળુભાઈ અને તેમના પત્ની ધનીબેન ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તેમને ત્રણ સંતાનો છે જેમાં મોટા સંતાનમાં દીકરો ગિરીશ છે જેના લગ્ન સાંપા ગામની જયોત્સના સાથે થયા હતા. કાળુભાઈની દીકરી વર્ષા પણ સાસરી માંથી પોતાના પિયર લાભી ગામે આવી હતી. તે સમયે વર્ષાના માતા ધનીબેન જમવાનું બનાવતા હતા. ત્યારે ગિરીશની વહુ જ્યોત્સના અપશબ્દો બોલવા લાગી હતી.

જેથી કાળુભાઈએ કહ્યું હતું કે,  અપશબ્દો ના બોલો ઘરે મહેમાન આવેલા છે તેથી જ્યોત્સના વધુ ઉશ્કેરાઈ જઈને તેમના પિયરના પક્ષને બોલાવ્યા હતા. ત્યાર બાદ કાળુભાઈ ઘરની બહાર નીકળી ગયા તે સમયે વર્ષા પણ પોતાના પિતાની પાછળ પાછળ ગઈ હતી. આ સમયે જયોત્સનાના પિયર પક્ષના માણસો આવી ગયા હતા. તેમજ વર્ષાબેન પાછા ઘરે આવતા માતા ધનીબેન જોવા મળ્યા ન હતા. જેથી ઘરમાં તપાસ કરતા ધનીબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.

તે વખતે વર્ષા દોડીને પકડવા જતા જયોત્સના એ દરવાજો બંધ કરી દીધો હતો.  બચકું ભરીને તેના પિયર પક્ષના લોકો સાથે ભાગી ગઈ હતી. આ અંગે ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આવીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યોત્સનાબેનના પિયર પક્ષના લોકો ઉપર ધનીબેનને મારી નાંખી હોવાનો આક્ષેપ ધનીબેનના સગાસંબંધીઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ શહેરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બેઠક / પીએમ મોદીએ અફઘાનિસ્તાન કટોકટી પર બોલાવી CCSની બેઠક, સુરક્ષા બાબતો પર ચર્ચા

અફઘાનિસ્તાન / આ 5 ખૂંખાર ચલાવશે તાલિબાન સરકાર, કોઈ આત્મઘાતી હુમલાનો માસ્ટર માઇન્ડ તો કોઈ છે મહિલા અધિકારોના દુશ્મન છે

રાજકીય / કોરોનાના લક્ષણ હોય, RTPCR રિપોર્ટ નેગેટીવ હોય અને સારવાર દરમિયાન મૃત્યુ થાય તો તેના અનાથ થયેલા બાળકોનું શું ? :  કોંગ્રેસ

ફેસબુકની કાર્યવાહી / તાલિબાન પર પ્રતિબંધ, સંગઠન સાથે જોડાયેલા એકાઉન્ટ્સ ડિલીટ કરાશે

કાર ડ્રાઇવિંગ ટિપ્સ / જો તમે પણ આ રીતે વાહન ચલાવો છો, તો વધી શકે છે અકસ્માતનું જોખમ

Technology / તમે ઝૂમ પર આ રીતે વીડિયો કોલ રેકોર્ડ કરી શકો છો

વોટ્સએપ / એક જ સાથે 256 લોકોને એક જ મેસેજ મોકલો, એ પણ ગ્રુપ બનાવવાની ઝંઝટ વગર

સાવધાન! / ઓર્ડર આપ્યા વિના જ ડિલિવરીના મેસેજ આવી રહ્યા છે, અને પછી આ રીતે થાય છે ઓનલાઈન ઠગાઈ

બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા / ડાઉનલોડિંગ ફિગર 50 કરોડને પાર, હજુ તો 2 જુલાઇએ જ લોન્ચ કરવામાં આવી હતી

મેડ ઇન ઇન્ડિયા / અદાણી ગ્રુપનું મોટું આયોજન, વિશ્વની સૌથી શક્તિશાળી સુપર એપ ભારતમાં બનશે