NIA/ કેરળમાંથી ISIS સાથે જોડાયેલી 2 મહિલાઓની ધરપકડ કરવામાં આવી

જેહાદી વિચારધારાનો પ્રચાર સોશિયલ મીડિયા પર કરતા અને નવા સભ્યોની ભરતી કરતા હતા

Top Stories World

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ISIS ની હિંસક જેહાદી વિચારધારા ફેલાવવા અને તેમાં નવા સભ્યોને સામેલ કરવા બદલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મંગળવારે ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલી બે મહિલાઓની ધરપકડ કરી હતી. એક અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે કેરળના કન્નૂર જિલ્લાના મિજા સિદ્દીક અને શિફા હેરિસ સબંધી  છે. અધિકારીએ જણાવ્યું હતું કે, એનઆઈએ માર્ચમાં કેરળના મોહમ્મદ અમીન અને તેના સહયોગીઓની આતંકવાદી પ્રવૃત્તિઓ સંદર્ભે કાયદાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. મિજા સિદ્દીક અને શિફાની મંગળવારે આ જ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી.

એનઆઈએના અધિકારીએ કહ્યું કે અમીન અને તેના સાથીઓ ટેલિગ્રામ, હૂપ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આઈએસઆઈએસની ઘણી પ્રચાર ચેનલો ચલાવતા હતા અને આ દ્વારા તેઓ આતંકવાદી સંગઠનની હિંસક જેહાદી વિચારધારાનો પ્રચાર કરતા હતા અને નવા સભ્યોની ભરતી કરતા હતા. તેમણે કહ્યું કે સિદ્દીક આઈએસઆઈએસ સાથે જોડાયેલો હતો અને સીરિયામાં આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે ઈરાનની રાજધાની તેહરાન સુધી તેના સાથીઓ સાથે ગયો હતો. અધિકારીએ કહ્યું કે અમીનની સૂચના પર તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવ્યું, જેના દ્વારા મુસ્લિમ યુવાનોને ગેરમાર્ગે દોરીને આતંકવાદી સંગઠનમાં ભરતી કરાવતા હતા.

એનઆઈએના અધિકારીએ જણાવ્યું કે સિદ્દીકે શિફા હેરિસ અને અન્ય એક સંબંધી મુસહાબ અનવરને પણ કટ્ટરપંથી બનાવ્યા હતા અને તેમને આઈએસઆઈએસમાં જોડાવા માટે ઉશ્કેરતા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે હેરિસ પણ ISIS સાથે જોડાયેલો છે અને તેણે અનવર અને સિદ્દીકના કહેવાથી મોહમ્મદ વકાર લોનને સંસ્થાની પ્રવૃત્તિઓ માટે નાણાં મોકલ્યા હતા. તેમણે કહ્યું કે શિફા ISIS માં જોડાવા માટે ‘હિજરા’ કરવા માગે છે. અધિકારીએ કહ્યું કે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.