Breaking News/ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ બન્યો લોહીયાળ, અકસ્માતમાં 10 લોકોના મોત

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ગોજારો હતો કે, ઘટના સ્થળે જ છ લોકોના મોત નીપજ્યાં છે

Top Stories Gujarat Vadodara Breaking News
  • વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગોઝારો અકસ્માત
  • નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જવાની ઘટના
  • ગમખ્વાર અકસ્માતમાં 6થી વધુના મોત

Vadodara News: ગુજરાતમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, આજે વલસાડ, સુરેન્દ્રનગર અને દ્વારકા બાદ હવે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ગોજારો હતો કે, ઘટના સ્થળે જ 10 લોકોના મોત નીપજ્યાં છે અને હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. વડોદરાથી અમદાવાદ તરફ જતા કાર અચાનક ટ્રેલરની પાછળ ઘૂસી જવાથી અકસ્માત સર્જાયો છે.

અકસ્માતને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે અર્ટિગા કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.આ સાથે જ એક્સપ્રેસ હાઈવે ની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં જીવ ગુમાવેલ તમામ મૃતકોના મૃતદેહનુ પીએમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરાશે. ટ્રેલર સાથે અથડાયેલી કાર કિરણ ગીરીશભાઈ ભટ્ટના નામે હોવાનું સામે આવ્યુ છે.

આ ગોઝારા અકસ્માત અંગે શક્તિસિંહ ગોહિલે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની શાળાઓમાં 34 દિવસનું વેકેશન

આ પણ વાંચો:ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી

આ પણ વાંચો:અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે, શુક્રવારે વિજય મુહૂર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ

આ પણ વાંચો:ભાવનગરમાં કિશોરી સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની સજા