Gandhinagar News/ શિક્ષણ વિભાગે બઢતી અસ્વીકાર કરનાર 50 મદદનીશ શિક્ષકોના પ્રમોશન આદેશ રદ કર્યા

ડિસેમ્બર 2025માં વર્ગ-2ની હંગામી બઢતી અસ્વીકાર કરનારા 50 મદદનીશ શિક્ષકોના પ્રમોશન આદેશ ગુજરાત શિક્ષણ વિભાગે (Education Department)રદ કર્યા.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Education Department

Gandhinagar News:ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે (Education Department) મોટો નિર્ણય લીધો છે.જેમણે ડિસેમ્બર 2025માં અપાયેલી વર્ગ-2ની હંગામી બઢતી અસ્વીકાર કરી હતી, તે 50 મદદનીશ શિક્ષકોના પ્રમોશન આદેશ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા છે. આ સાથે તેમની સીનિયોરિટી પણ અસરગ્રસ્ત થશે.આ આદેશ 9 ફેબ્રુઆરી 2026ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે. કમિશ્નર શાળાઓની કચેરીની દરખાસ્તને મંજૂરી આપતાં વિભાગે આ કાર્યવાહી કરી છે.

શિક્ષણ વિભાગ (Education Department)નો શિક્ષકોને ફટકો

ડિસેમ્બર 2025માં શિક્ષણ વિભાગે (Education Department)સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મદદનીશ શિક્ષકોને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2માં આચાર્ય કે શિક્ષણ નિરીક્ષક તરીકે હંગામી ધોરણે બઢતી આપી હતી.પરંતુ વ્યક્તિગત કારણોસર કુલ 50 કર્મચારીઓએ લેખિતમાં બઢતી અસ્વીકાર કરી દીધી હતી. જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના 35 કર્મચારીઓ, સરકારી માધ્યમિક શાળાના 15 કર્મચારીઓ મળીને કુલ 50 કર્મચારીઓનો સમાવેશ થાય છે.

કમિશ્નર શાળાઓની કચેરીએ આ 50 કર્મચારીઓની બઢતી રદ કરવાની દરખાસ્ત મોકલી હતી. જેની શિક્ષણ વિભાગે (Education Department) 9 ફેબ્રુઆરી 2026ના રોજ તેને મંજૂરી આપી દીધી  હતી.જેના ઓછી આ આદેશ તાત્કાલિક અમલમાં મુકાઈ ગયો છે.વિભાગે આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) અને HRMS સેલને પણ જાણ કરી દીધી છે, જેથી તેમની સર્વિસ બુકમાં યોગ્ય નોંધ થઈ શકે.


આ પણ વાંચો: ગુજરાતમાં 6 નવી DEO ઓફિસની સ્થાપના કરવામાં આવશે, શિક્ષણ વિભાગમાં મોટા ફેરફારો

આ પણ વાંચો: રાજ્યમાં પ્રિ-પ્રાઇમરી સ્કૂલોની નોંધણી પ્રક્રિયા શરૂ, શિક્ષણ વિભાગે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો:  શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની કરી જાહેરાત, જાણો ક્યારથી ક્યાં સુધી વેકેશન રહેશે