Loksabha Election 2024/ લોકસભા ચૂંટણી માટે સુરેન્દ્રનગરમાં કોળી સમાજને ટીકિટ આપવા માગણી કરાઈ

તળપદા કોળી સમાજને ટિકિટ નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં…………..

Gujarat

Surendranagar News:  સુરેન્દ્રનગરમાં કોળી સમાજ દ્વારા સંમેલન યોજાયું હતું. સંમેલનમાં સમાજના નેતાને લોકસભા બેઠક પર ભાજપ કે કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી સમાજના નેતાને જીતાડવાનો સંકલ્પ લેવાયો હતો.

સુરેન્દ્રનગરમાં કોળી જ્ઞાતિ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તળપદા કોળી જ્ઞાતિમાંથી કોઈને લોકસભા ટિકિટ ન મળતા ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકમાં પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા ચૂંટણીની ટિકિટ ન મળતા કોળી સમાજે વિરોધ નોંધાવ્યો છે. બેઠકમાં સમાજના આગેવાનો દ્વારા જો ફરી વિચારણા કરી ભાજપ અથવા કોંગ્રેસ તરફથી તળપદા કોળી સમાજને ટિકિટ નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.

તેમજ અપક્ષ ઉમેદવારને જ્ઞાતિ દ્વારા વોટ આપવામાં આવશે. બેઠકમાં પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડા અને તળપદા કોળી સમાજના પૂર્વ ધારાસભ્યોએ સંમેલનમાં હાજરી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ કોંગ્રેસ બેઠકમાં આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થશે ચર્ચા

આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે