ગુજરાતની ધરા ફરી એક્વાર ધ્રુજી ઉઠી છે, એક્બાજુ વરસાદી માહોલ જોવા મળ્યો છે તો સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી અનુસાર 3.5 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર ભાવનગર સહિત ઘોઘા, તળાજા, પાલીતાણા તેમજ સિહોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી પરોઢે ભૂકંપનો આ આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 3.5 ની તીવ્રતાનો આંચકો અનુભલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી લગભગ 30 કિમી દૂર નોંધાયુ હતું. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. આજે વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા.
ભૂકંપ શા માટે આવે છે?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તેને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણના દબાણને લીધે, આ પ્લેટોના ખૂણાઓ વળે છે અને તૂટી જાય છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધે છે, જેનાથી ધરતીકંપ થાય છે. તમને જણાવી દઈએ કે રિક્ટર મેગ્નિટ્યુડ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગોને માપવામાં આવે છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1 થી 9 સુધી માપવામાં આવે છે. આ માપદંડ 1935 માં કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિક ચાર્લ્સ રિક્ટર દ્વારા બેનો ગુટેનબર્ગની મદદથી શોધી કાઢવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:જન્માષ્ટમી/નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી..ગુજરાતભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
આ પણ વાંચો:Three Youth Death/મહેસાણાના રાજપૂત પરિવારને ઝાટકોઃ એક જ દિવસે ત્રણ રાજપૂત યુવાનોના ડૂબવાથી મોત
આ પણ વાંચો:વરસાદ/ગુજરાતના આટલા તાલુકામાં મેઘરાજાની મહેર, વધઇમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ
