વરસાદ/ ગુજરાતના આટલા તાલુકામાં મેઘરાજાની મહેર, વધઇમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ

રાજયમાં લાંબા વિરામ બાદ આજે મેઘરાજાએ દસ્તક આપી હતી જેના લીધે લોકોમાં ખશીની લાગણી જોવા મળી હતી અને સાથે ગરમીથી રાહત મળી હતી

Top Stories Gujarat
6 1 3 ગુજરાતના આટલા તાલુકામાં મેઘરાજાની મહેર, વધઇમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ

રાજયમાં લાંબા વિરામ બાદ આજે મેઘરાજાએ દસ્તક આપી હતી જેના લીધે લોકોમાં ખશીની લાગણી જોવા મળી હતી અને સાથે ગરમીથી રાહત મળી હતી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે આજે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના 10 કલાકમાં રાજ્યના 51 તાલુકામાં વરસાદ પડ્યો છે.જયારે આજે વહેલી સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 127 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આજે દિવસ દરમિયાન સૌથી વધુ 5 ઈંચ વરસાદ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં નોંધાયો છે. જ્યારે સુરતના ઉમરપાડા તાલુકામાં પોણા 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ઉલ્લેખનીય છે કે સરકારી દફતરના આંકડા  મુજબ આજે દિવસમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ સુરત ના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં 2 ઈંચ, આહવા તાલુકામાં પોણા 2 ઈંચ અને સુબીર તાલુકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા તેમજ છોટા ઉદેપુર તાલુકામાં સવા ઈંચ વરસાદ પડયો છે.

નોંધનીય છે કે આજે સાંજે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં જ સુરત જિલ્લાના ઉમરપાડામાં 81 મિમી વરસાદ વરસ્યો છે. જો છેલ્લા 2 કલાકમાં વરસાદના આંકડા પર નજર નાંખીએ તો, ઉમરપાડામાં 58 મિમી, ડાંગના વઘઈમાં 35 મિમી, સુબીરમાં 30 મિમી, આહવામાં 27 મિમી અને નર્મદા ડેડિયાપાડા 32 મિમી તેમજ મહેસાણાના સતલાસણા અને મહીસાગરના વીરપુર તાલુકામાં 24 મિમી વરસાદ નોંધાયો છે.

Two child death/જન્માષ્ટમીએ જ આ પરિવારોએ તેમના ‘કાનુડા’ ગુમાવ્યાઃ બે બાળકોના ડૂબવાથી મોત