ગુજરાત/ ન્યૂબર્ગ ઇન્ડિયન ઓઇલ માટે સલ્ફર રિકવરી યુનિટ સ્થાપશે : વડોદરા સ્થિત યુનિટને વિસ્તારવાની યોજના

ગુજરાત રિફાઈનરી ખાતે ઈન્ડિયન ઓઈલના SRU પ્રોજેક્ટ તેમજ ન્યૂબર્ગના સૌથી મોટા નિકાસલક્ષી બિઝનેસને આશરે રૂ. 1,200 કરોડના ઓર્ડર પ્રાપ્ત થશે.

Top Stories Business
ન્યૂબર્ગ

ન્યૂબર્ગ એન્જિનિયરિંગનું એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ ઈન્ડિયન ઓઈલની કોયલી રિફાઈનરી અને પેટ્રોકેમિકલ સંકુલમાં વધુ ડેવલપમેન્ટ કરવા માટે રૂ. 650 કરોડના ખર્ચે સલ્ફર રિકવરી યુનિટ (SRU)ની સ્થાપના કરશે. ગયા વર્ષે, ઈન્ડિયન ઓઇલે વડોદરાની કોયલી રિફાઈનરીમાં ક્રૂડ ઓઇલ પ્રોસેસિંગ ક્ષમતાને વિસ્તૃત કરવાની તેની યોજનાઓમાં પેટ્રોકેમિકલ અને લ્યુબ પ્લાન્ટનો સમાવેશ કરવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.

ઈન્ડિયન ઓઈલ તેની રિફાઈનિંગ ક્ષમતા વાર્ષિક 43લાખ ટનથી વધારીને 1.8 ટન પ્રતિ વર્ષ કરવાની પ્રક્રિયામાં છે. આ ઉપરાંત પેટ્રોકેમિકલ અને લ્યુબ ઈન્ટીગ્રેશન પ્રોજેક્ટ હેઠળ સ્થાપવામાં આવનાર આ પ્લાન્ટમાંથી વાર્ષિક 5 લાખ ટન પોલીપ્રોપીન અને 2.35 લાખ ટન લ્યુબ ઓઈલનું ઉત્પાદન કરવાનું આયોજન છે. આ માટે કોયલી રિફાઈનરીમાં લગભગ 24,000 કરોડ રૂપિયાનું કુલ રોકાણ કરવામાં આવશે. ગુજરાત રિફાઈનરી ખાતે ઈન્ડિયન ઓઈલના SRU પ્રોજેક્ટ તેમજ ન્યૂબર્ગના સૌથી મોટા નિકાસલક્ષી બિઝનેસને આશરે રૂ. 1,200 કરોડના ઓર્ડર પ્રાપ્ત થશે.

ઇન્ડિયન ઓઇલના SRU પ્રોજેક્ટ ઉપરાંત, કંપની ગુજરાતમાં અન્ય કેટલાક પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહી છે. ઉદાહરણ તરીકે, કંપનીના પ્રથમ સ્થાનિક પ્રોજેક્ટના ભાગ રૂપે, ગુજરાત સરકારે રાજ્યમાં બસો માટે હાઇડ્રોજન ફિલિંગ સ્ટેશનો સ્થાપવાનો ઓર્ડર આપ્યો. તેવી જ રીતે, કંપની ઈન્ડિયન ઓઈલના પાણીપત કેમ્પસમાં બાયોમાસમાંથી ઈથેનોલ બનાવવા માટે એક પ્લાન્ટ સ્થાપી રહી છે. આ સિવાય કોચીમાં તેનું ફર્ટિલાઇઝર કોર્પોરેશન યુનિટ છે.

આ પણ વાંચો : શું તમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિષે આ મહત્વની બાબત જાણો છો?