Not Set/ મહારાષ્ટ્રની માંઠાગાંઠ/ રાષ્ટ્રપતિ શાસન લાગુ, રાષ્ટ્રપતિ કોવિંદે આપી મંજૂરી

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોના આખરે 19 દિવસ પછી રાષ્ટ્રપતિ શાસન આવી ગયું છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણને મંજૂરી આપી દીધી છે. આ પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીએ રાજ્યની વર્તમાન સ્થિતિનો અહેવાલ કેન્દ્રને મોકલ્યો હતો.  અહેવાલમાં તેમણે કહ્યું હતું કે બંધારણ મુજબ રાજ્યમાં સરકારની રચના થઈ શકતી નથી. તેમણે અહેવાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની […]

Top Stories India
ramnath kovind and narendra મહારાષ્ટ્રની માંઠાગાંઠ/ રાષ્ટ્રપતિ શાસન લાગુ, રાષ્ટ્રપતિ કોવિંદે આપી મંજૂરી

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોના આખરે 19 દિવસ પછી રાષ્ટ્રપતિ શાસન આવી ગયું છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણને મંજૂરી આપી દીધી છે. આ પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીએ રાજ્યની વર્તમાન સ્થિતિનો અહેવાલ કેન્દ્રને મોકલ્યો હતો. 

અહેવાલમાં તેમણે કહ્યું હતું કે બંધારણ મુજબ રાજ્યમાં સરકારની રચના થઈ શકતી નથી. તેમણે અહેવાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી. કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી કેબિનેટે રાજ્યપાલની આ ભલામણને મંજૂરી આપી હતી. ત્યારબાદ ગૃહ મંત્રાલયે આ ફાઇલ રાષ્ટ્રપતિને મોકલી હતી. બંધારણની કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન