Loksabha Electiion 2024/ પરષોત્તમ રૂપાલાએ ઉધોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે કરી બેઠક, રોષ ડામવાનો પ્રયાસ

પરષોત્તમ રુપાલાએ ગઈકાલે ઉધોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે બેઠક યોજી. આ બેઠક બાલાજી વેફર્સના માલીક ચંદુ વિરાણીના ઘરે યોજવામાં આવી હતી.

Top Stories Gujarat Rajkot
Beginners guide to 2024 05 02T111413.106 પરષોત્તમ રૂપાલાએ ઉધોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે કરી બેઠક, રોષ ડામવાનો પ્રયાસ

રાજકોટ : પરષોત્તમ રુપાલા (Parshottam Rupala)એ ગઈકાલે ઉધોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે બેઠક યોજી. આ બેઠક બાલાજી વેફર્સના માલીક ચંદુ વિરાણી (Chandu Virani)ના ઘરે યોજવામાં આવી હતી. ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથેની બેઠકમાં પરષોત્તમ રુપાલા(Parshottam Rupala)એ લોકસભા ચૂંટણી(Lok Sabha elections)ને લઈને ચર્ચા કરી. માનવામાં આવે છે કે પરષોત્તમ રુપાલાની આ બેઠક ચૂંટણી માટે વધુ મહત્વની બની રહેશે. કારણ કે રાજકોટ લોકસભામાં લેઉવા પટેલ નિર્ણાયક મતદારો ગણાય છે. તેઓ ચૂંટણીના સમીકરણો બદલી શકે છે. રાજકોટમાં એકબાજુ ક્ષત્રિય સમાજનો વિરોધ વેગ પકડી રહ્યો છે ત્યારે પાટીદારોને મનાવવાના ભાજપ દ્વારા પ્રયાસ હાથ ધરાયા છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 7મેના રોજ મતદાન થશે. રાજ્યમાં મતદાનને હવે બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદનો અંત ક્યાંય દેખાતો નથી. રુપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગવા છતાં અગ્રણીઓ દ્વારા તેમની ટીકીટ રદ કરવાની માંગને લઈને ઠેર-ઠેર દેખાવો અને જાહેરસભા થઈ રહી છે. ક્ષત્રિય સમાજે જો કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતશાહની જાહેરસભામાં કોઈ ધમાલ ના થાય તે રીતે શાંતિપૂર્ણ રીતે દેખાવ કરવાની અપીલ કરી હતી. દરમ્યાન રુપાલા પાટીદારોને મનાવવાના પ્રયાસ કરતા જોવા મળ્યા. ગઈકાલે પરષોત્તમ રુપાલાએ લેઉઆ પાટીદારો અગ્રણીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીના ઘરે યોજાયેલ બેઠકમાં વિઠ્ઠલભાઈ ધડુક, વલ્લભભાઈ સતાણી, દુષ્યંતભાઈ ટીલાળા, આકાશ વેકરીયા, શંભુભાઈ પરસાણા, કિશોરભાઈ પાંભર અને પરેશ ગજેરા સહિતના અનેક ઉધોગપતિઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ઉદ્યોપતિઓ અને રુપાલા વચ્ચે યોજાયેલ આ બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા કરાઈ હોવાની માહિતી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત મુલાકાતે છે. ગઈકાલે ડીસા અને અને સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં બે-ટુ-બેક ચૂંટણી રેલીઓને સંબોધી હતી. ત્યારબાદ રાત્રે ગાંધીનગર ભાજપના કમલમ મુખ્યાલયે પંહોચ્યા હતા અને તમામ મોટા નેતાઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદી આજે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં ચાર ચૂંટણી રેલીઓને સંબોધવાના છે. પીએમ મોદીની મુલાકાત સંભવત રૂપાલા માટે વધુ લાભકારક બની શકે તેવા સંભાવના છે. ગઈકાલે પરષોત્તમ રુપાલાએ પાટીદારા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે બેઠક યોજી હતી. તેના બાદ આજે રાજવીઓ સાથે ચિંતન બેઠક યોજાઈ શકે છે. રાજવી માંધાતાસિંહ જાડેજાએ રણજીતવિલાસ પેલેસ ખાતે આ મહત્ત્વની બેઠકનું આયોજન કર્યું છે. બેઠકમાં ગુજરાત સૌરાષ્ટ્રના રજવાડાઓના રાજવીઓ હાજરી આપી શકે છે. આ બેઠકનું પરિણામ રુપાલા માટે કેટલું સકરાત્મક હશે તે આગામી સમયમાં ખબર પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર

આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ

આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?