Not Set/ વાહન ચેક કરવાને બહાને પોલીસ દ્વારા ગેરકાયદે ઉઘરાણી, પ્રતિદિન 40 થી 60 હજારનું કરાય છે ઉઘરાણું

પાટણ પાટણના સાંતલપરુ તાલુકાની સરહદ પર આવેલા પીપરાળા પોલીસ ચોકી પાસે GRD કર્મચારી દ્વારા ગેરકાયદે ઉઘરાણી કરવામાં આવે છે. પોલીસ ચોકી પાસે GRDના કર્મચારીઓ દ્વારા વાહન ચેક કરવાને બદલે કાર ચાલકો અને ટ્રક ચાલકો પાસેથી 50 થી માંડી 500 રૂપિયા સુધી રોકડ ઉઘરાવામાં આવે છે. મહત્વનું છે કે આ બે રોક ચાલતા ઉઘરાણાથી પ્રતિદિન 40 […]

Top Stories Gujarat Others Trending
fe 4 વાહન ચેક કરવાને બહાને પોલીસ દ્વારા ગેરકાયદે ઉઘરાણી, પ્રતિદિન 40 થી 60 હજારનું કરાય છે ઉઘરાણું

પાટણ

પાટણના સાંતલપરુ તાલુકાની સરહદ પર આવેલા પીપરાળા પોલીસ ચોકી પાસે GRD કર્મચારી દ્વારા ગેરકાયદે ઉઘરાણી કરવામાં આવે છે.

પોલીસ ચોકી પાસે GRDના કર્મચારીઓ દ્વારા વાહન ચેક કરવાને બદલે કાર ચાલકો અને ટ્રક ચાલકો પાસેથી 50 થી માંડી 500 રૂપિયા સુધી રોકડ ઉઘરાવામાં આવે છે.

મહત્વનું છે કે આ બે રોક ચાલતા ઉઘરાણાથી પ્રતિદિન 40 થી 60 હજાર રૂપિયા એકઠા કરવામાં આવે છે. તો બીજી બાજુ મીડિયા કર્મી દ્વારા GRD કર્મચારીને આ મામલે સવાલ કરતા બકા મહારાજ નામના કર્મચારીએ મીડિયા કર્મી પર રોફ જમાવ્યો હતો અને તેને કીધું હતું કે અમે અમારા અધિકારીના કહેવાથી ઉઘરાણું કરી છે. આ બે રોકટોક ચાલતા ઉઘરાણાથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.